’કાન ફિલ્મ ફેસ્ટિવલ’ આજથી ફ્રાન્સમાં શરૂ:શ્રેષ્ઠ ફિલ્મને ૧૮ લાખની ટ્રોફી;

પેરિસ, આજથી ફ્રાન્સમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ’ શરૂ થઈ રહ્યો છે. આગામી ૧૧ દિવસ સુધી તમે સોશિયલ મીડિયા પર રેડ કાર્પેટ પર સેલેબ્સનો મેળાવડો જોશો. કાન વિશ્ર્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ પૈકીનો એક છે. તેની શરૂઆત હિટલર અને મુસોલિની જેવા સરમુખત્યારોની મનસ્વિતા સામે કરવામાં આવી હતી.

કાન ફેસ્ટિવલ જેટલો પ્રતિષ્ઠિત છે તેટલો જ ભવ્ય છે. આગામી ૧૧ દિવસ સુધી અહીં સેલેબ્સ પર અબજો રૂપિયા ખર્ચવામાં આવશે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ૧૦-૧૧ દિવસમાં ૧૮,૦૦૦થી વધુ બોટલો અને શેમ્પેન ડિનર દરમિયાન જ પીરસવામાં આવશે. રાત્રિ ભોજનમાં ૨૦૦૦ કિલો લોબસ્ટર (કરચલો) રાંધવામાં આવશે. કાનની રેડ કાર્પેટ ૨ કિમી લાંબી છે અને તે સ્વચ્છ દેખાય તે માટે તેને દિવસમાં ૩ વખત બદલવામાં આવે છે. આમાં સેલેબ્સને આમંત્રિત કરવામાં આવે છે, પરંતુ તેઓએ તેના માટે ટિકિટ પણ ખરીદવી પડશે, જેની કિંમત ૨૫ લાખ રૂપિયા સુધી છે.

’વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ’ની શરૂઆત ૧૯૩૮માં કરવામાં આવી હતી, પરંતુ તે સમયે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર અને મુસોલિની તેમના મનપસંદ લોકોને એવોર્ડ્સ આપતા હતા. તેમની સરમુખત્યારશાહીથી પરેશાન, ઘણા જ્યુરી સભ્યોએ ’વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ’ છોડી દીધો અને એક મફત ફેસ્ટિવલ શરૂ કરવાનું નક્કી કર્યું, જેનું સ્થાન કાન, પેરિસમાં નક્કી કરવામાં આવ્યું હતું.

ફ્રેન્ચ સરકારે તેના દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા અને તેને સત્તાવાર ’કાન ફિલ્મ ફેસ્ટિવલ’ જાહેર કર્યો. પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ ૧-૨૦ સપ્ટેમ્બર ૧૯૩૯ દરમિયાન યોજાવાનો હતો. એક દિવસ પહેલાં, એક ગાલા નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા સેલેબ્સે હાજરી આપી હતી. ૧ સપ્ટેમ્બરના રોજ ફેસ્ટિવલની શરૂઆત થતાં જ, હિટલરના પોલેન્ડ પરના આક્રમણથી સનસનાટી મચી ગઈ અને સમારોહ ૧૦ દિવસ માટે સ્થગિત કરવો પડ્યો.

વિશ્ર્વયુદ્ધના કારણે ૨થી ૬ વર્ષ સુધી રાહ જોયા પછી, પ્રથમ સમારોહ ૨૦ સપ્ટેમ્બર – ૫ ઓક્ટોબર ૧૯૪૬ના રોજ યોજાયો હતો, જેમાં ૨૦ દેશોએ ભાગ લીધો હતો. ૧૯૪૭માં નબળા મેનેજમેન્ટને કારણે માત્ર ૧૬ દેશોએ ભાગ લીધો હતો. બીજા વર્ષે ૧૯૪૮માં, બજેટના અભાવે સમારોહ યોજાયો ન હતો. ૧૯૪૯માં ફરીથી લોકો ઈવેન્ટ મેનેજમેન્ટથી નિરાશ થયા. ૧૯૫૦માં, ખર્ચ ઉઠાવી ન શકવાને કારણે ફિલ્મ ફેસ્ટિવલ ફરી ન થયો. ૧૯૫૧થી અત્યાર લઈને અત્યાર સુધી માત્ર એક જ વાર ૨૦૨૦માં કોરોના રોગચાળાને કારણે સમારંભ રદ કરવામાં આવ્યો હતો.

૧૯૫૫ માં, ફેસ્ટિવલ સમિતિએ ’પામ ડીઓર’ (Palm D’or) એવોર્ડ શરૂ કર્યો, જે સમારોહનો સર્વોચ્ચ એવોર્ડ છે. ૧૯૬૪ માં, ’પામ ડીઓર’ને ગ્રાન્ડ પ્રિક્સ દ્વારા બદલવામાં આવ્યું હતું. જો કે, ૧૯૭૫ થી, ’પામ ડીઓર એવોર્ડ’ ફરીથી આપવામાં આવ્યો. તે ૧૮ કેરેટ ગોલ્ડથી અને એમરાલ્ડ કટ ડાયમંડથી તૈયાર કરવામાં આવ્યો છે. આ એક એવોર્ડની કિંમત ૨૭ હજાર ડોલર એટલે કે ૧૮ લાખ રૂપિયા છે.