કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી બાબતે પંચમહાલ જીલ્લાના તમામ મામલતદારઓ ફરિયાદ સ્વીકારશે

  • તાલુકા, ગ્રામીણ તથા શહેરી વિસ્તારમાં મ્યુનિસિપાલિટીમાં વોર્ડમાં ફરીયાદો સ્વીકારવા અંગે મામલતદારઓ નોડલ અધિકારી રહેશે.

ગોધરા સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના તા.21/03/2024ના હુકમથી કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને અટકાયત) અધિનિયમ ર013થી મળેલ સત્તાની રૂએ જીલ્લાના તમામ મામલતદારઓને (એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ) તેમના તાલુકા અને ગ્રામીણ અથવા આદિવાસી વિસ્તારમાં તેહસિલમાં અને શહેરી વિસ્તારમાં મ્યુનિસિપાલિટીમાં વોર્ડમાં ફરીયાદો સ્વીકારવા અંગે નોડલ અધિકારી તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

પંચમહાલ જીલ્લામાં પણ તમામ તાલુકા અને શહેર મામલતદારઓ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી બાબતે ફરિયાદો સ્વીકારશે તેના માટે તેમની નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે તેમ અધિક ચીટનીશ ટુ જીલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ – ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.