કેમ્પોંગ,કંબોડિયાના કેમ્પોંગ સ્પ્યુ પ્રાંતમાં એક સૈન્ય મથકમાં વિસ્ફોટમાં ૨૦ સૈનિકોના મોત થયા છે અને અન્ય કેટલાક ઘાયલ થયા છે. પીએમ હુન માનેતે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે.કંબોડિયામાં એક સૈન્ય મથકમાં વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં ૨૦ જવાનો શહીદ થયા છે. આ માહિતી કંબોડિયાના વડાપ્રધાન હુન માનેટ દ્વારા આપવામાં આવી છે.
કંબોડિયાના પશ્ર્ચિમમાં એક સૈન્ય મથક પર દારૂગોળો વિસ્ફોટમાં ૨૦ સૈનિકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા, વડા પ્રધાન માનેટે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું. ઘાયલ જવાનોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પીએમ માનેટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમને કેમ્પોંગ સ્પુ પ્રાંતમાં લશ્કરી થાણા પર વિસ્ફોટના સમાચાર મળ્યા છે. વિસ્ફોટ કયા કારણોસર થયો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પીએમ માનેટે મૃતક જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.