ક.મ.લ.હાઈસ્કૂલની 63 વિધાર્થી બહેનોએ બીએસએફ જવાનોને ગૌમય દ્રવ્યો માંથી બનાવેલ રક્ષાસુત્ર મોકલ્યા

મળતી માહિતી અનુસાર ક.મ.લ.હાઈસ્કૂલ પીપલોદમાં રાષ્ટ્રીય ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશેષ થતી હોય છે. એમાં છેલ્લા ત્રણ વર્ષથી ક.મ.લ.હાઈસ્કૂલની બહેનો આપણા દેશની રક્ષા કરનાર સૈનિકો માટે ગૌમય દ્રવ્યો માંથી બનાવેલ રક્ષાસુત્ર મોકલે છે.આ વખતે પણ ત્રેસઠ જેટલી બહેનોએ બીએસએફ જવાનોને ગાંધીનગર મુકામે રક્ષાબંધન પર્વની ઉજવણીમાં ઘેર ન આવી શકતા આપણા સૈનિકો માટે રક્ષાબંધન માટે રાખડીઓ મોકલી છે.

ક.મ.લ.હાઈસ્કૂલ પીપલોદના આચાર્ય ડી.સી.પટેલ વિધાર્થી ઓને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરતા હોય છે.આ વખતે શાળામાં પણ સૌ પાંચસો ત્રેવીસ જેટલી વિધ્યાર્થીનીઓને આપણી રાષ્ટ્રીય સામાજીક સંસ્થામાથી રક્ષા મંગાવીને બધા વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. આજનો વિધાર્થીએ આવતીકાલનો નાગરિક છે, એ આપણે સૌ જાણીએ છીએ તેથી શાળામાં દર વર્ષે શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સામાજીક ધાર્મિક રાષ્ટ્રીય સેવાકીય પ્રવૃતિઓ કરાવીને બાળકોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં રમતગમત ક્ષેત્રમાં પણ આ શાળાના બાળકો તાલુકા કક્ષાએ જીલ્લા કક્ષાએ રાજ્યકક્ષાએ રમવા જશે. ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે. ગાયત્રી પરિવાર દ્વારા ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે લેવાતી પરીક્ષામાં દોઢસોથી વધુ વિધ્યાર્થીઓ પરીક્ષા આપશે. શાળામા યોજાતી દરેક પ્રવૃતિઓમાં શાળાનો તમામ સ્ટાફ ઉત્સાહ સાથે વિધ્યાર્થીઓને જોડે છે અને સૌ જોડાય છે.