રેડિટ પર આ ચર્ચા જોર-શોરથી ચાલી રહી છે કે, શ્રૃતિ હાસને ગુપચૂપ રીતે લગ્ન કરી લીધા છે. એટલું જ નહીં, કહેવાય છે કે, શ્રૃતિએ પોતાના આટસ્ટ પાર્ટનર શાંતનુ હઝારિકા સાથે રહેવા પણ લાગી છે. રસપ્રદ વાત એ છે કે આ તમામ સંકેતો બોલીવુડ સેલેબ્સના બેસ્ટ ફ્રેંડ ઓરહાન અવત્રમણિ ઉર્ફ ઓરીની એક કોમેન્ટથી શરુ થઈ છે.
શ્રૃતિ હાસન છેલ્લા ત્રણ વર્ષથી શાંતનુ હઝારિકા સાથે છે. તે પહેલા લંડનના ઈતાલવી મૂળના એક્ટર માઈકલ કોર્સેલને ડેટ કરતી હતી. પણ ૨૦૧૯માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. ત્યાર બાદ ૨૦૨૦માં શ્રૃતિ અને શાંતનુ હઝારિકા રિલેશનશિપમાં છે. બંનેએ આ સંબંધને ક્યારેય છુપાવ્યો નથી અને એરપોર્ટથી લઈને દરેક પાર્ટીમાં એક્સાથે દેખાતા હતા. પણ ગુપચુપ લગ્નની વાત નવી છે. આવો જરાં જાણીએ સત્યા હકીક્ત શું છે. હકીક્તમાં જોઈએ તો, રેડિટ પર ઓરીએ આસ્ક મી એનિથિંગનું સેશન રાખ્યું હતું. આ દરમ્યાન એક યુઝર્સે પૂછ્યું કે, શું કોઈ એવા સેલિબ્રિટી છે, જેની સાથે ફોટો ક્લિક કરવાની ના પાડી દીધી હોય. આ યુઝર્સે પૂછ્યું કે, હાય ઓરી, શું કોઈ એવી સેલિબ્રિટી છે, જેણે આપની સાથે પોઝ આપતી વખતે બિનજરુરી વર્તન કર્યું અને ફોટો ન ખેંચાવ્યો? જો તમે નામ ન લઈ શક્તા હોવ તો ખાલી ઈશારો કરી દો.
ઓરીએ આ યુઝર્સને જવાબ આપતા સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું- શ્રૃતિ હાસન. ઓરીએ આગળ લખ્યું કે, આ પોઝ આપવા માટે નહોતું, કારણ કે મેં તેને ક્યારેય તેના માટે નથી પૂછ્યું. પણ એક કાર્યક્રમમાં તે મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરી રહી હતી. જો કે હું તેને જાણતો નથી. આ દરમ્યાન ઓરીએ શાંતનુ હઝારિકાને શ્રૃતિનો પતિ પણ કહ્યો હતો.
ઓરીએ લખ્યું કે, મને બહું ખરાબ લાગ્યું પણ કદાચ કંઈક ગેરસમજ થઈ હતી, કારણ કે તેના પતિ સાથે મારી સારી બને છે, અને હું તેને પસંદ કરુ છું. ઠીક છે સમય રહેતા સમાધાન કરી લેવામાં આવે. જો કે, મેં અફવા તરીકે એવું પણ સાંભળ્યું છે કે, તે મને પુણે, કદાચ ચપરાસી અથવા સ્પોટ બોય અથવા એવું કંઈક કહ્યું હતું. સ્વાભાવિક છે કે, ઓરીએ જેવી રીતે શાંતનુને શ્રૃતિને પતિ ગણાવ્યો બધાને આંખો પહોંળી રહી ગઈ.
જ્યાં સુધી લગ્નની વાત છે તો આ વર્ષની શરુઆતમાં શ્રૃતિ હાસને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, લગ્નને લઈને મારો હાલમાં કોઈ પ્લાન નથી, કારણ કે મને લગ્ન શબ્દથી ડર લાગે છે. અમે બંને એક સાથે બહુ ખુશ છીએ અને અમારી કેમિસ્ટ્રી કેટલાય પરણેલા કપલ કરતા વધારે સારી છે. આ વર્ષે ઈંસ્ટાગ્રામ પર લાઈવ ચેટ દરમ્યાન પણ એક ફેને શ્રૃતિને પૂછ્યું હતું કે, તે શાંતનુ સાથે લગ્ન ક્યારે કરશે? ત્યારે જવાબમાં એક્ટ્રેસ હસતા હસતા કહ્યું કે, નહીં કેમ…અને આવું કહેતા કહેતા શ્રૃતિએ કેમેરો શાંતનુ તરફ ફેરવી દીધો હતો.