કાલોલ તાલુકાના સમાગામના હદ વિસ્તારમાં સરકારી જમીનમા આવેલ બાવળના ઝાડોનો બારોબર વહીવટ સામે સરપંચ-તલાટીઓ અંજાણ ?

  • કાલોલ તાલુકાના સમાગામની હદ વિસ્તારમાં આવતા જંત્રાલ રોડની બાજુમાં આવેલ ખારવાની સરકારી પંચાયત હસ્તકની જમીનમાંથી બાવળનાં વૃક્ષો કાપી બારોબાર સગેવગે કરવાના વહિવટ સામે સમાગામના સરપંચ-તલાટીની મીલીભગત કે ઘોંર નિંદ્રા ?

કાલોલ તાલુકાના સમાગામની હદ વિસ્તારમાં આવતા જંત્રાલ તરફ જતાં ઝરાડકા ચોકડી પાસે આવેલ ખારવા વિસ્તારમા પંચાયત હસ્તકની જમીનમાં વર્ષોથી બાવળના વૃક્ષો ઊભા હતા. આ વૃક્ષોનો સીધે સીધો વ્યવહાર કરતા કેટલાક ઈસમો દ્વારા 30 ઑગસ્ટના 2024 નારોજ સવારથી જ વૃક્ષ છેદકો દ્વારા વૃક્ષોને કોઈ પણ મંજૂરી વગર સીધે સીધો વહીવટ કરતા ઈસમો દ્વારા વૃક્ષોનું નિકંદન કાઢી ટ્રેકટરમા બાવળનાં વૃક્ષોના ઠળિયા ભરી જવાનુ કારસ્તાન કેમેરામાં કેદ થતા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને મૌખિક રજૂઆત કરતાં તે પોતે અંજાન હોવાનું અને જવાબદારીમાંથી હાથ અધર કરી અંજાન બની રહ્યાં છે.

આ અંગે કાલોલ તાલુકા વિકાસ અધિકારીને જાણખાતર અનેકવાર ટેલીફોનિક સંપર્ક કરતા તાલુકા વિકાસ અધિકારી પણ ફોન ઉપાડવા રાજી નથી. જ્યારે આ બાબતે જીલ્લા વિકાસ અધિકારીને જાણ કરતાં જીલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે ધ્યાન લઈ તપાસ હાથ ધરતા પંચાયત તલાટી ત્રણ કલાક પછી દોડ્યા.

ઉલ્લેખનીય છે કે, પોતાના સેજામાં આવતી જાતોમાં સરકારી જમીનોમાં ઉગેલા બાવળના વૃક્ષો સવારથી કપાતા હોય અને જવાબદાર અધિકારીઓને જાણ થવા પછી પણ નિરાતે ઉપલા અધિકારીઓના તેડા આવે ત્યાં સુધી રાહ જોવા પાછળનું કારણ શું હોય શકે ? સદર ઘટના અંગે જાણતા હોવા છતાં પણ તલાટી કમ મંત્રીઓ અને સરપંચ અંજાન બનતા હોવાનું જણાય આવે છે. વહીવટ કરતા ઓ દ્વારા રોડની બીજી તરફના વૃક્ષો કપાઈ સગેવગે થઈ ગયા હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે. સદર બનાવની જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી સાચી હકીકતો બહાર લાવી તલાટી કમ મંત્રીથી લઇ તાલુકા વિકાસ અધિકારી સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે કે કેમ તે હવે જોવું રહ્યું.