કાલોલના વરખડા ગામે મંદિરે સેવા કરવા ગયેલ વ્યકિતને ઈજાઓ કરી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

કાલોલ,કાલોલ તાલુકાના વરસડા ગામે રહેતા ફરિયાદી મંદિરમાં સેવા કરવા ગયેલ ત્યારે આરોપીએ ગાળો આપી અહીં કેમ બેઠો છે તેમ કહી પાળીયું લઈ દોડી આવી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વરસડા ગામે રહેતા ભરત રતીલાલ સોલંકી ખેતર નજીક આવેલ માતાજીના મંદિરે સેવા કરવા ગયેલ હતા. ત્યારે આરોપી ઈસમ અર્જુન કાંતીભાઈ પરમાર એ ગાળો આપી અહીંયા કેમ બેઠો છે. તેમ કહી ઉશ્કેરાઈ જઈ પાળીયું લઈ દોડી આવી ભરતભાઈને સાધારણ ઈજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાઈ.