
કાલોલ તાલુકાના ચલાલી થી પાંચ કિલોમીટરના અંતરે આવેલ સુલતાનપુરા ગામે ગઈ કાલે રાત્રીના સુમારે આશરે બે વાગ્યા સમયે વીજળી અને કડાકા સાથે ધોધમાર વરસાદના વર્ષ્યો હતો.
સુલતાનપુરા ગામના રહીશ ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ ,ગામ સુલતાનપુરા તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે પશુપાલન કરી દુધ વેંચી ગુજરાન ચલાવી રહ્યા હતા.પાંચ ભેશો પૈકીની બે ભેંશો ઘરના આંગણે કણજી અને આબાના ઝાડ નીચે બાંધેલી હતી રાત્રીના બે વાગે આકાશ માંથી અચાનક વીજળી પડતા બે ભેશો નું મોત થયું હતું. તેની જાણ પશુપાલક ને થતાં દુઃખની લાગણી પ્રસરી હતી.
અંદાજિત મરણ પામેલ પશુ ની કિંમત એક લાખ પચાસ હજાર જેટલી પશુપાલકે જણાવી હતી કરોલી ગ્રામ પંચાયતના તલાટી અને વેજલપુર પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતાં ત્યાર બાદ પંચોની હાજરી માં પંચનામુ કરી વેજલપુર પોલીસ દ્રારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.