
કાલોલ,
કાલોલમાં ૬ ડિસેમ્બરના હોમગાર્ડઝ દળ સ્થાપના દિન નિમિત્તે સમગ્ર રાજ્યમાં હોમગાર્ડઝ દળના જવાનો અને તેમના આગેવાનો દ્ધારા સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
જ્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં પણ જિલ્લામાં પ્રથમ રૂ.૬૫ લાખના ખર્ચે નવીન તાલુકા હોમગાર્ડ કચેરીનું નિર્માણ કરી તેનું ઈલોકાર્પણ રાજ્યના ગૃહરાજ્યમંત્રી અને પંચમહાલના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા સી.જી ડો. નીરજા ગોરટુ રાવના વરદહસ્તે કરવામાં આવ્યું.તેમાં કાલોલના લોકાર્પણ પ્રસંગે કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગિરવતસિંહ, મહામંત્રી સજયસિંહ રાઠોડ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર વિક્રમસિંહ જાદવ,નાયબ હોમગાર્ડ કમાન્ડર ઈનચાર્જ આઈ. વી.સોલંકી ,નિવૃત્ત ઓફીસર કમાન્ડર નિરંજનભાઈ શાહ, કાલોલ તાલુકા યુનિટ ઓફીસર કમાન્ડિંગ હિંમતસિંહ વેચાતસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. તેમાં પંચમહાલ જિલ્લામાં આવેલા ૧૧ યુનિટના અધિકારી તથા હોમગાર્ડઝ દળના જવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.પંચમહાલ જિલ્લામાં કુલ હોમગાર્ડઝ જવાનો ની સંખ્યા કુલ ૧૫૩૪ છે.અને કાલોલ તાલુકા માં હોમગાર્ડઝ જવાનોની સંખ્યા કુલ ૧૦૭ છે.