કાલોલ નેશનલ હાઇવે ને અડીને આવેલી સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા અને ગંદકીનું સામ્રાજ્ય પાણી ભરાવાને કારણે શિવશક્તિ સોસાયટી, વૈભવલક્ષ્મી સોસાયટી, કાશીમાબાદ સોસાયટી, આશિયાના સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેના કારણે રોગચાળાની સમસ્યા ગંભીર બની છે. આ સોસાયટીઓમાં પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ થતા મેલેરીયા, ડેન્ગ્યુ, તાવ-શરદી, કફ, ઉધરસ જેવા રોગો એ માથું ઊંચક્યું છે. જેના કારણે સ્થાનિક સિનિયર સિટીઝન અને નાગરિકોમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે.
સીનીયર સીટીઝન દ્વારા આ સમસ્યાઓ જલ્દીથી ઉકેલાય તેવી માંગ કરી છે. સિનિયર સિટીઝન આ રસ્તા ઉપર પસાર થતા પડી જાય છે. જેના કારણે હાથ પગમાં ઇજાઓ પહોંચે છે. મોટી ઉંમરમાં પડી જવાની સમસ્યાથી સિનિયર સિટીઝન જણાવે છે કે ડોક્ટર પણ ફ્રેક્ચરનું ઓપરેશન કરતા નથી. જેના કારણે અમારા જેવા સિનિયર સિટીઝન પથારીવશ રહેવું પડશે એવું લાગે છે. શિવશક્તિ અને અન્ય સોસાયટીઓમાં પીવાના પાણી પણ બરાબર સમયસર આવતા નથી અને આવે છે, તો થોડાક સમયમાં પાણી જતું રહે છે.
જેના કારણે પાણી પીવાની સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય છે. આમ, વોર્ડ નંબર પાંચમાં આવેલી સમગ્ર સોસાયટીઓમાં પાની ગંદકી અને પીવાના પાણીની સમસ્યાઓથી ઘેરાયેલો છે. સિનિયર સિટીઝનોની માંગ છે કે આ સમસ્યાઓનો ઉકેલ જલ્દી આવે પાલિકા તંત્ર અમારા સિનિયર સિટીઝનની વિનંતી ધ્યાનમાં રાખી સર્વ સમસ્યાઓ નિકાલ લાવે તેવી વોર્ડ નંબર-5 ની સોસાયટીના રહીશોની ઉગ્ર માંગ છે.