કાલોલ, કાલોલ નગર યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હરપાલસિંહ સિસોદિયાનું બગોદરા નજીક માર્ગ અકસ્માતમાં મોત નિપજયું હોવાની વિગતો જાણવા મળી છે. તેઓની કારને અસ્માત સર્જાયો હતો. હરપાલસિંહ સિસોદિયા મુળ મહીસાગર જીલ્લાના વતની હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી કાલોલમાં રહેતા હતા. કાલોલમાં દાદાભાઈના હુલામણા નામે ઓળખાતા હતા. કાલોલ નગર ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી કાર્યકર અને ખુબ મળતાવડા સ્વભાવને કારણે યુવાઓમાં લોકપ્રીય બન્યા હતા. તેઓ કાલોલ નગર યુવા મોરચાના પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા. સેવાકીય અને ધાર્મીક પ્રવૃતિઓ મા હંમેશા આગળ પડતા હતા. તેઓના અચાનક અવસાનને કારણે કાલોલ યુવા મોરચા સહિત ભાજપ મંડળ અને સમગ્ર પાર્ટીના કાર્યકરોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. કાલોલ શહેર મહામંત્રી સહિત યુવા મોરચા કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા છે. ધટના સ્થળે થી કાર્યકરોના જણાવ્યા મુજબ પાણીની ટેન્કર રોડ પર ઊભી રહીને પાણીનો છંટકાવ કરી રહી હતી. તે સમયે હરપાલસિંહની કાર ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો જાણવા મળી છે.