કાલોલ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા


કાલોલ,
ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણનું કાલોલ ભાજપે સ્વાગત કરી કાલોલ તાલુકાના ભાજપના નેતાઓ પૂર્વ ધારાસભ્ય સુમાનબેન ચૌહાણ અને જિલ્લા ભાજપના પ્રમુખ અશ્ર્વિનભાઈ પટેલને સાથે રાખી ડીજે સાથે ભવ્ય યાત્રા કાઢી મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.

પંચમહાલ જિલ્લાની એક માત્ર કાલોલ બેઠકના ઉમેદવાર સુમનબેન ચૌહાણની ટિકિટ ભાજપે કાપતા તેઓના સસરા કે જેઓએ ભાજપથી નારાજ થઈ તાજેતરમાં ભાજપને રામરામ કરી કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓએ પણ આજે વાજતે ગાજતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે, કોંગ્રેસે હજી જિલ્લાની પાંચ પૈકી ચાર બેઠકો ઉપર પોતાનો સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યો નથી. તેવામાં પ્રભાતસિંહ ચૌહાણ આજે તેઓના સમર્થકો સાથે કાલોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી ઢોલ, નગરા અને ડીજે સાથે મોટી સંખ્યામાં સમર્થકો સાથે કાલોલ મામલતદાર ઓફિસે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું.