ગોધરા,
પંચમહાલ જીલ્લાની કાલોલ વિધાનસભા બેઠક ઉ5ર ભાજપ, કોંગ્રેસ, આપ પાર્ટી , 8 અપક્ષો ચુંટણી જંગમાંં ઉતર્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘોઘંબા વિધાનસભા બેઠક 2002માં ધારાસભ્ય રહેલ અને સમાજ સેવક એવા ફતેસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. કાલોલ બેઠક ઉપર ભાજ5ના અનેક દાવેદારોને કાપીને ભાજપ દ્વારા ઉમેદવાર મુકવામાં આવ્યા છે. સામાન્ય લોકો સાથે સીધા જોડાયેલા વ્યકિત હોવાની મત વિસ્તારમાં સારી એવી લોક ચાહના ધરાવે છે. હાલ તો ભાજપના ઉમેદવાર સામે પક્ષનો આંતરીક વિરોધ દુર કરીને ભાજપના ઉમેદવારને જીતાડવા પક્ષના કાર્યકરો મહેનત કરી રહ્યા છે. કાલોલ બેઠક ઉ5ર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર કદાવર નેતા ગણાતા પ્રભાતસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણની વાત કરીએ તો 1998 થી સક્રિય રાજકારણમાં છે. ભાજપ સરકારમાં મંત્રી રહી ચુકયા છે અને પંચમહાલ જીલ્લા સાંસદ પણ રહ્યા છે. કાલોલ બેઠક ઉપર પ્રભાતસિંહ ચૌહાણની સારી એવી પકડ ધરાવે છે અને મતદારો ઉપર સારી છાપ ધરાવે છે. ગત ટર્મનો કાલોલ વિધાનસભા બેઠક ઉપર તેમના પુત્રવધુ ધારાસભ્ય રહ્યા છે અને તેમની ટીકીટ કાપવામાં આવી છે. કાલોલ બેઠક ઉપર આપ પાર્ટી દ્વારા દિનેશ બારીયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તે સામજીક કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યા છે. હાલ કાલોલ બેઠક ઉપર આપ પાર્ટી પણ સારી એવી મહેનત કરી રહી છે. તેમાં પણ અન્ય 8 જેટલા અપક્ષો મેદાનમાં રહ્યા છે. હવે કાલોલ વિધાનસભાની સમસ્યા જોવા જઈએ તો કાલોલ તાલુકામાં સિંચાઈ અને પીવાના પાણીનો અભાવે છે. કેટલાક ગામોમાં હજી પણ રસ્તાઓ અભાવે છે. કાલોલ તાલુકામાં આરોગ્ય સુવિધાના અભાવે દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં જવા મજબુર બને છે. હજી પણ ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામોનો અભાવ છે. કાલોલ વિધાનસભા વિસ્તારમાં શાળાઓના ઓરડાનો અભાવ, આંગણવાડીઓ જર્જરીત હાલતમાં છે. કાલોલ વિધાનસભા બેઠક ઉપર મતદારો વિકાસના કામોને ધ્યાને લેશે તેવું હાલ જણાઈ રહ્યું છે.
કાલોલ વિધાનસભા બેઠક ઉપર કુલ 2,58,320 મતદારો છે. જેમાં 1,25,823 સ્ત્રી મતદારો અને 1,32,499 પુરૂષ મતદારો ધરાવે છે. કાલોલ બેઠક ઉ5ર 60.49 % ઓબીસી, 15.53 % એસ.ટી. મતદારો નિર્ણાયક રહેશે. હાલમાં કાલોલ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ 5 ડીસેમ્બર નારોજ દિવસ સુધી મતદારોનો મિજાજ કેવા રહે છે. તેના ઉ5ર કાલોલ બેઠકના ઉમેદવારનું ભાવિ નકકી કરશે.
બોકસ. કાલોલ વિધાનસભાના મતદારોની સંખ્યા…
1,25,823 મહિલા મતદાર
1,32,499 પુરૂષ મતદાર
…………..
2,58,323 કુલ મતદારો
બોકસ: જાતિ આધારીત સમીકરણ જોઈએ તો….
ઓબીસી – 1,55,993
એસ.ટી. – 34,912
પટેલ – 15,320
લધુમતી – 10,213
એસ.સી. – 17,873
બ્રાહ્મણ – 3,194
રાજપૂત – 5,857
અન્ય જ્ઞાતિ – 14,484