કાલોલ થી જેતપુર, ઘોડા, તરવડા જવા માટેના રસ્તે વેરાઈ માતા મંદીર પાસે વૃક્ષ વીજ લાઈન ઉપર પડતા મીડિયાના અહેવાલ આધારે એમજીવીસીએલ દ્વારા ટ્રેકટર લાવી વૃક્ષ દુર કરેલ અને રસ્તો કલીયર કરેલો ત્યારે થાંભલાનો નીચલો હિસ્સો તૂટી ગયેલો દેખાતા સ્થાનિક દ્વારા તેનો વીડિયો બનાવી કોઈ પણ વ્યકિતને કરંટ લાગવાની શક્યતા હોવાનું જણાવી વિડિયો એમજીવીસીએલને મોકલતા આ થાંભલો નવો નાખવાની તૈયારી બતાવેલ. આમ, પંચમહાલ સમાચારના અહેવાલને પગલે બે દિવસથી પડી રહેલા વૃક્ષને રસ્તા ઉપર થી દુર કરવા માટે અને નવો થાંભલો નાખવાની તજવીજ શરૂ થતા સ્થાનિકોમાં આનંદ વ્યાપી ગયો છે. જેથી ગામ જનો તેમજ રાહદારીઓ એ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.