કાલોલ વેજલપુર સહિત અનેક ગામોમાં મેઘરાજાની તોફાની બેટીંગને લઇ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ : એમજીવીસીએલની ઘોર બેદરકારીથી લોકો પરેશાન

કાલોલ શહેર તેમજ વેજલપુર તેમજ આજુબાજુ ના ગામો સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગતમોડી રાતથી મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે. જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી હતી. રવિવાર મોડીસાંજથી પંચમહાલ જીલ્લાના તમામ તાલુકાઓમા સાર્વત્રિક વરસાદ નોધાયો હતો.

જેમાં કાલોલ શહેર તેમજ કાલોલ તાલુકા ના તમામ ગામડા પણ ભારે વરસાદને કારણે ખેતરો પાણીથી તરોતળ જોવા મળ્યા હતા. ત્યારે કાલોલ ની ગોમા નદી અને વેજલપુર ગામની રૂપા રેલ નદી અને આજુબાજુ ના ગામોની નદી નાળા પાણીથી છલકાઈ બે કાંઠે વહી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઇ હતી જેના કારણે નદી નાળા અને નીચાણ વાળા વિસ્તાર ના રહીશો ઊંચાન વાળા વિસ્તાર માં સહી સલામત ખસેડવામાં આવ્યા હતા જેથી જન જીવન ઉપર કોઈ અસર કે કોઈ જાણ હાનિ ટળી હતી.

જેથી પંચમહાલ જીલ્લા પ્રશાસન ને રાહત નો શ્વાસ લીધો હતી બીજી તરફ કાલોલ પંથકમાં સારો વરસાદ થતાં ડાંગરના પાકને પણ જીવતદાન મળ્યુ છે. ત્યારે ભારે વરસાદને કારણે લોકોએ ઘરમા જ રહેવાનુ મુનાસિબ માન્યુ હતું. ગુજરાતમા સર્જાયેલી વરસાદી સિસ્ટમને કારણે તમામ જીલ્લા ઓમા વરસાદની આગાહીના પગલે પંચમહાલ જીલ્લામા પણ પાછલા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

રવિવાર બપોરે વિરામ લીધા બાદ ફરીથી મોડી રાતે મેઘરાજાએ કાલોલ તાલુકા ને પાણીથી ભીંજવી નાખવાનુ નક્કી કર્યુ હોય જેથી સતત વરસાદ વરસ્યા હતા. કાલોલ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો હતો. ગ્રામીણ વિસ્તારમા વરસાદને કારણે વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. મોડી રાત સુધી ઘરોમાં વીજ પ્રવાહ શરૂ થયો ન હતો અને કલાકો નો સમય ગાળો વિતી ગયો છતાં એમજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી થી નગરજનો પરેશાનીમાં મુકાયા હતા.