
વેજલપુર ખાતે કેમિલક અનેકેમીકલ પ્રોટક્ટ બનાવતી એસન્સ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ કંપની આવેલી છે. તાજેતરમાં ગુજરાત સહીત દેશમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. ત્યારે બુધવારે એસન્સ ફાર્મા. કંપનીમાં એટીએસની ટીમે દરોડા પાડયાછે. એટીએસની ટીમ કંપનીમાં ડ્રગ્સ મામલે તપાસ કરી રહી છે.એટીએસની ટીમ પકડાયેલા ડ્રગ્સની કડી મળતા એસન્સ કંપનીમાં તપાસ કરવા પહોચી છે.કંપની દવા અને કેમિલકનીપ્રોડકટ બનાવતી હોવાથીએટીએસ ડ્રગ્સ મામલે તપાસકરીને નમૂના સાથે કંપની કયાકેમિલકનું પ્રોડકશન કરી રહ્યા હોવાની તપાસ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. એટીએસટીમ સ્થાનિક પોલીસને સાથે રાખીને કંપનીમાં તપાસ કરીછે.

મોડી રાત સુધી એટીએસ,સ્થાનિક પોલીસ અને એફ એસએલની ટીમોએ તપાસ કરીહતી.એટીએસએ કંપની દ્વારાબનાવવામાં આવતી કેટલીક શંકાસ્પદ દવાઓના નમુના બે અલગ અલગ બોક્સમાં મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.એટીએસની ટીમ દ્વારા શંકાસ્પદ દવાઓના નમુના મેળવી તપાસ માટે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.કંપની દ્વારા બનાવાતી દવાના નમૂનાની તપાસ બાદ જ હકીકત સામે આવે તેવી શક્યતા સેવાઈ છે.