- માજી સરપંચોએ મળતીયાઓના સાંઠગાંઠથી એકતા બજારના નામે વેચી મારીને નાણાંં રળ્યા.
- કોઈપણ પ્રકારની પૂર્વ મંજુરી વિના નાણાંકીય લેતી દેતી કરીને પધરાવી દેવાના ઉઠેલા આક્ષેપો.
- જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચારના કૃત્ય સામે તપાસ કરવાની જાગૃત નાગરિકોમાંં માંગ ઉઠી.
વેજલપુર, વેજલપુર ગ્રામ પંચાયતની સીટી સર્વે નંબર-4 ક્ષેત્રફળ 1327.7744 લોકલ બોર્ડ ધર્મશાળા નામે ચાલતી ગૌચરની જમીન માજી સરપંચોએ એકતા બજારના નામે બારોબાર વેચી મારીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ સાથેની લોક બૂમો ઉઠી છે. જે તે સમયે જે હેતુસર ફળવાયેલી જમીન બાબતે ગ્રામ પંચાયતોના તત્કાલીન સત્તાધિશોએ સામાન્ય ઠરાવો કરેલ છે. અને કોઈપણ પ્રકારની પૂર્વ મંજુરી વિના મળતીયાઓને નાણાંકીય લેતી દેતી કરીને પધરાવી દેવાના કૃત્ય સામે તપાસ કરવાની જાગૃત નાગરિકોમાંં માંગ ઉઠી છે.
વેજલપુર ગ્રામ પંચાયત અવારનવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચાના ચકડોળે ચડેલ છે. અગાઉ બાળકોના રમત ગમત માટે ફળવાયેલ જમીન, જાહેર કચરાના નિકાલ માટેનો સ્થળ, ગૌશાળા માટે ભુતકાળમાં ગ્રામ પંચાયત દ્વારા જે તે સમયના સત્તાધિશો દ્વારા એકબીજાની સાંઠગાંઠથી જમીનો માંગણી કર્તાઓને સરળતાથી ઠરાવ કરીને પધરાવી દેવામાં આવી હતી. પરંતુ જેનું આજદિન સુધી સદ્દઉપયોગ થાય છે કે, દુરઉપયોગ બાબતે આજદિન સુધી ગ્રામ પંચાયત દ્વારા કોઇ તપાસ હાથ ધરવામાં આવતી નથી. વધુમાં કે.કે.હાઇસ્કુલ દ્વારા પણ ગ્રામ પંચાયત હસ્તકની સરકારી જમીનમાં કરવામાં આવેલ ગેરકાયદસેર દબાણ બાબતે પણ કેટલાક સમયથી વિવાદે સ્થાન લેતા ગ્રામ પંચાયત દ્વારા કે.કે.હાઈસ્કુલને નોટીસ આપીને પુરાવા રજુ કરવા જણાવાયું છે. પરંતુ કોઈપણ જાતની સ્પષ્ટતા બહાર ન આવી હોવાને લઈને વહિવટ પ્રત્યે શંકા-કુશંકા જન્મેલી છે. જે પ્રકરણનો હજુ સુધી કોઈ નિકાલ આવેલ નથી. ત્યારે વધુ એક વિવાદસ્પદ જમીન પ્રકરણ બહાર આવતા ફરી એકવાર તપાસના નામે ભુત ધૂણી રહ્યું છે. વેજલપુર ગામમાં આવેલી ગ્રામ પંચાયતની સીટી સર્વે નંબર-4 ક્ષેત્રફળ 1327.7744 લોકલ બોર્ડ ધર્મશાળા નામે ચાલે છે. જે જમીન ગ્રામ પંચાયતના અગાઉના ભ્રષ્ટ સરપંચોએ ગ્રામ પંચાયતમાં ઠરાવો કરી સક્ષમ અધિકારીઓની પૂર્વ મંંજુરી મેળવ્યા સિવાય બારોબાર એકતા બજારના નામે પોતાના મળતીયાઓને વેચીમારી લાખોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો ઉઠયા છે. અને જાગૃત નાગરિકોમાંં ચાલેલી ચર્ચાઓ મુજબ આ જમીન પ્રકરણ અંગે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ ઓફિસ ગ્રામ પંચાયત અને ઉપલી કચેરીઓથી તપાસ કરાવીને લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવાની લોક માંગ ઉઠી છે. અત્રે નોંધનીય છે કે, દિનપ્રતિદિન સરકારી જમીનનો કોઈને કોઈ ઉપયોગ બાદ હાલ બચેલ નથી. જેનાથી વિકાસના કામો કે સામૂહિક ઉપયોગના કામો થઈ શકતા નથી. બીજી તરફ ગૌચરની સુરક્ષીત અને આરક્ષીત જમીન રાખવામાં આવેલ છે. જેનાથી સ્થાનિક પશુપાલકો પોતાના ઢોર ચરાવી શકે જેના ઉપર કોઇ બાંધકામ થઈ શકે તેમ નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેજલપુર સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી કિંંમતી ગૌચરની જમીન ઉપર જમીન માફિયાઓનો ડોળો મંડાઇને યેનકેન પ્રકારે પચાવી પાડવાની તરકિબો અજમાવી રહી છે. અને ધીરેધીરે ગેરકારયદેસર દબાણ કાંતો કબ્જો ધારણ કરવાના બનાવટી વહિવટ હાથ ધરીને રાતોરાત લખપતિ થવાના શમણાં જોવાઈ રહ્યા છે. જોકે,હાલમાં પંચમહાલ જીલ્લાની વિવિધ ગ્રામ પંચાયતો હસ્તકની ગૌચરના જમીનમાં આચરાયેલ દબાણો દુર કરવા માટે તંત્ર દ્વારા તપાસ સાથેનો હટાવ અભિયાન હાથ ધરવામાંં આવે છે. ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત હસ્તકની સીટી સર્વે નંબર-4 ક્ષેત્રફળ 1327.7744 લોકલ બોર્ડ ધર્મશાળા ધરાવતી જમીનને એકતા બજારના નામે વેચી દેવાયાનુંં બહાર આવતાં મળતીયાઓનું વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જે તે સમયે ધર્મશાળા માટે જમીન ઠરાવી કરીને સુપ્રત કરી દેવામાંં આવી હતી. પરંતુ આ ધર્મશાળાના નામે ચાલતી જમીન બારોબાર માજી સરપંચોએ ઉંચા ભાવે વેચી મારવાનું ષડયંત્ર રચીને ભ્રષ્ટાચાર આચરવામાં હોવાની ચર્ચાઓ વચ્ચે સીટી સર્વે તેમજ ઉપલી કચેરીના અધિકારીઓ દ્વારા આ જમીન કૌભાંડની તલસ્પર્શી તપાસ કરીને દોષીઓ સામે લેન્ડ ગે્રબીંંગની ફરિયાદ કરવાની માંંગ ઉઠી છે. હવે જોવું રહ્યું કે, તંત્ર આ પ્રકરણમાં કેટલો રસ ધરાવીને એકશન મોડમાં આવે છે, તે તો સમય જ બતાવશે.