કાલોલ બોરૂં ટર્નિંગ પાસે આવેલી વૈભવ લક્ષ્મી સોસાયટી અને શિવ શક્તિ સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે ખૂબજ વરસાદી પાણી ભરાતા સોસાયટીમાંથી આવવા જવામાં સોસાયટીના રહીશોને વારંવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને વાહનો લઈને જવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. તેના કારણે બંને સોસાયટીના રહીશોને ખૂબજ પ્રમાણમાં મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, તો બીજી તરફ શાળામાં જતાં નાના બાળકો તેમજ કર્મચારીઓ, સ્ત્રીઓ અને મોટી ઉંમરના સિનિયર સીટીઝન વડીલોને આ પાણી માંથી બહાર નીકળવામાં વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી નગરપાલિકાના જવાબદાર અધિકારી પદાધિકારીઓએ તાત્કાલિક પગલાં લઈને સોસાયટીના પ્રશ્નોને હલ કરવામાં આવે તેવી સોસાયટીના લોકોની લાગણી અને માગણી છે.
જ્યારે બીજી બાજુ મધ્ય ગુજરાત વીજ કંપની કાલોલ ઇજનેરને લેખીત રજુઆતમાં જણાવ્યુ હતું કે, ચોમાસાના કારણે આ સોસાયટીઓમાં વીજળીના ધાધિયા ખૂબ જ વધી ગયા છે. આખો દિવસ વીજળી આવજા કરે છે. ઘણી વખત વીજળીના પાવર એકદમ ઘટી જાય છે અથવા તો એકદમ વધી જાય છે. જેના કારણે સોસાયટીના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને વારંવાર નુકસાન થાય છે. આથી આ સોસાયટીનો વીજ પુરવઠો વારંવાર વધઘટના થાય તે માટે પગલા લેવા માટે વકીલ હસમુખભાઇ મકવાણા દ્વારા ઉપરોકત બન્ને વિભાગમાં પોતાના લેટરપેડ સાથે લેખીત રજુઆત કરવામાં આવી છે. જેથી બન્ને વિભાગના અધિકારીઓ વેહલી તકે સમસ્યાઓનો અંત લાવે તેવી સોસાયટીના રહીશોની માંગ છે