કાલોલ, કાલોલ તાલુકાના વાછાવાડ ગામે કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 6 જુગારીયાને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વાછાવાડ ગામે ખેડા ફળીયામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે વેજલપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન અરવિંદ ચંદુસિંહ રાઠોડ, સંજય ભલાભાઈ પરમાર, ધનશ્યામ રતીલાલ પરમાર, કલ્પેશ બળવંતસિંહ પરમાર, ધનશ્યામ રતીલાલ પરમાર, કલ્પેશ બળવંતભાઈ પરમા સુનિલ રમેશભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ નરવતભાઈ પરમારને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ કુલ 1250/-રૂપીયા જપ્ત કરી આ બાબતે વેજલપુર પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.