કાલોલ, કાલોલ તાલુકાની જાણીતી શાળા કાલોલ ઉર્દૂ પ્રાથમિક શાળા ખાતે 15 ઓગષ્ટ 2023ના રોજ 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં મહેમાન તરીકે કાલોલ તાલુકાના BRC, CRC, અબ્દુર રઝાક ઘાંચી (ઘાંચી સમાજના પ્રમુખ), એસ.એમ.સી. સભ્યો તેમજ વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે BRC અને CRC દ્વારા બાળકોમાં દેશપ્રેમની ભાવનાનું સિંચન થાય એવા પ્રવચન આપવામાં‘આપવામાં આવ્યા હતા.
રાજ્યની પ્રાથમિક શાળામાં ઉત્તમ શૈક્ષણિક કાર્ય કરતા અને શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિ, નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજીક યોગદાન વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય હોય તેવા મુખ્ય શિક્ષક કે પ્રાથમિક શિક્ષકને પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા હેતુથી મુખ્ય શિક્ષક કે પ્રાથમિક શિક્ષકને “પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર” આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં કાલોલ કુમાર કાલોલ ક્લસ્ટરમાં કાલોલ ઉર્દૂ શાળાનાં શિક્ષક આલમ કાસિમ ને પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા.
કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય હારૂન દ્વારા પધારેલ મહેમાનોનું શાળાના એસ.સી.સી.સભ્યો તેમજ શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.