કાલોલ ટ્રાફિક પોલીસની આંખ સામે પસાર થતા લાકડા ભરેલા વાહનોમાં જોખમી મુસાફરી

કાલોલ, પંચમહાલ જીલ્લામાં ઉભાલીલાં વૃક્ષોનું છેદન કરી ઠળિયા સહિત લાકડાઓનાં ગબ્બા કરી વાહનોમાં ભરી લાકડાંના પીથાઓમાં બિલાડીનાં ટોપની માફક ઠગલાઓ કરી બેફામ રીતે લાકડાની સાઇજો પાડી વેચાણ કરતાં હોય છે. ખેડૂતોના ખેતરોનાં સેઠા પર ઉભેલા વૃક્ષોનો સોદાબાજી કરી ખરીદી લેતા હોય છે. ખેતરનાં સેઠા પર ઉભાલીલાં વૃક્ષોને સમય અનુકૂળતા મુજબ વેપારીઓ દ્વારા સવારથીજ શ્રમજીવીઓને કુહવાડા લઈ મોક્લી દેતા હોય છે. દિવસ દરમ્યાન શ્રમજીવીઓ ઊભા લીલાં વૃક્ષોનાં છેદન કરી મોડી સાંજે ટ્રેકટરો કે ટેમ્પા જેવાં વાહનોમાં લાકડાના ઠળિયા ભરી પીઠાઓ તરફ રવાના થતાં હોય છે. પરંતુ આ વાહનોમાં બેફામ રીતે લાકડીઓ ભરી ઉપર જોખમી રીતે શ્રમિકો ને બેસાડી સવારી કરતાં હોય છે. પરંતુ લાગતા વળગતા તંત્રના હદ વિસ્તારમાં અને મુખ્ય રોડ પર ઉભેલા ટ્રાફિક જવાનોનાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યાં વીણા આંખ સામેથી પસાર થતા હોય છે. બેફામ બનેલા લાકડાનાં વેપારીઓ ” કાયદાકી એસી કી તેસી ” સમજી બેસતા હોય છે કે, પછી સરકારી બાબુઓની રહેમ નજર? જોકે, હાલોલથી ગોધરા તરફ જતાં એક ટેમ્પામાં લાકડા પર પાંચ-સાત શ્રમિકોને બેસાડી કાલોલ માંથી પસાર થતા આશ્ચર્યજનક દ્રશ્યો જોવાં મળી રહેતાં હોય છે. અવાર-નવાર આવા દ્રશ્યોની તસવીરો સમાચારના માધ્યમથી પ્રકાશીત કરવામાં આવતી હોય છે પરંતુ નઠોર તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. જીલ્લા તંત્ર દ્વારા આવી જોખમી સવારી સાથે વહન કરતા વાહન ચાલકો સામે યોગ્ય પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવુ રહ્યું.