કાલોલ,
કાલોલ તાલુકાના શકિતપુરા ગ્રામ પંચાયત વિસ્તારના નેવરીયા વસાહતમાં રહેતા પૂન: વસવાટના વસવાટી હોય જે પંચાયત કચેરી ૧૦ થી ૧૫ કિલોમીટર દુર આવેલ છે. જેને લઈ વિકાસ થી વંચિત રહ્યું છે. ત્યારે શકિતપુરા ગ્રામ પંચાયત માંથી અલગ પંચાયત કરવામાં આવે તેવી માંગ સાથે કાલોલ મામલતદારને આવેદન આપવામાં આવ્યું.
કાલોલ તાલુકાના શકિતપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતા નેવરીયા વસાહતમાં વસવાટ કરતાં રહિશો જે નર્મદા ડેમ પૂન: વર્સનમાં વસવાટ કરવામાં આવ્યો છે. નેવરીયા વસાહતમાં છેલ્લા ૨૫ વર્ષથી વસવાટ કરતાં રહિશોને પ્રાથમિક સુવિધા થી વંચિત રહ્યા છે. નેવરીયા વસાહત થી શકિતપુરા ગ્રામ પંચાયત ૧૦ થી ૧૫ કિલો મીટર દુર આવેલ છે. જેને લઈ સરકારી લાભોથી વંચિત રહ્યા છે. નેવરીયા વસાહતની મુખ્ય સમસ્યાઓ જેવી કે, વરસાદી પાણીના નિકાલ કરવામાં આવ્યો નથી. વસાહતીઓને શૌચાલયની સુવિધાથી વંચિત છે. આવાસના લાભાર્થીઓને લાભ મળેલ નથી. ગામમાં રોડ થી બાજુમાં ગાંડા બાવળ ને લઈ વાહન લઈ કે વાહનમાં પસાર થવામાં મુશ્કેલીઓ વેઠવી પડે છે. છેલ્લા છ વર્ષથી ૭(૧૨)ની નકલ રી-સવેમાં બંધ થવાના કારણે પીએમ નીધિ કે અન્ય યોજનાના લાભથી વંચિત રહ્યા છે. રાશનકાર્ડ ધરાવે છે. પણ રાશનકાર્ડ ઉપર અનાજ મળતું નથી. અવારનવાર રજુઆતો થતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. ત્યારે પંચમહાલ જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા નેવરીયા વસાહતને શકિતપુરા ગ્રામ પંચાયત માંથી અલગ કરી અલગ પંચાયતનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ સાથે કાલોલ મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી છે.