કાલોલ તાલુકામાં જિલ્લા/તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતાં જ ખખડધજ રસ્તાઓનું નવિનીકરણ ધમધમી ઉઠ્યું

કાલોલ,
પંચમહાલ જિલ્લામાં જિલ્લા/તાલુકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ત્રિકોણીય જંગના બ્યુગલો વાગવાની શરૂઆત થઈ ગઈ છે.હાલ પંચમહાલ જિલ્લાનાં કાલોલ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાલુકા સદસ્યની બેઠક માટે મત મેળવવા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખખડધજ રસ્તાઓનું નવિનીકરણ શરૂઆત કરી દીધી છે.

કાલોલ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા શિક્ષિત વગે ધરાવતા ગ્રામ્ય વિસ્તારમાં જાહેર માર્ગ પર જ ઘણાં સમયથી રોડની બિસ્માર હાલત થઈ પાણીના ખાબોચિયાં ભરાઈ જતાં ગ્રામ્ય જનોને વાહન વ્યવહાર તો શું પણ પગદંડી જવું પણ મુશ્કેલ થઈ ગયું છે.ઊલ્લેખનીય એ છે કે કાલોલ તાલુકાનું શિક્ષિત ગણાતું વ્યાસડા ગામ કોરોનાં કાળમાં પણ ગંદકીમાં ખદખદી ઊઠતાં ગંદકીના કમળોના દ્રશ્યો ખિલખિલાટ કરતાં જોવાં મળી રહ્યાં છે. હાલ ગામમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં ગંદકીથી ખદબદી રહેલા ગામમાં પણ રોગ ચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. એજ્યુકેશન ધરાવતા ગામમાં ગંદકી જોઈ દિવાનીચે અંધારા જેવી પરીસ્થીતી સજોતી જણાય આવે છે. મલાવ થી ગેંગડીયા ચોકડીને જોડતો વ્યાસડા,હળમતીયા રોડ પણ ચુંટણી નાં સમયમાં નવિનીકરણની કામગીરી ધમધમી ઊઠી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની યોજનાઓ પણ જાણે છાંયડાઓ નીચે ભરાય ગઈ હોય તેવી હાલતમાં જોવા મળી રહી છે.