કાલોલ તાલુકામાં હ્યુમન ટ્રાફિકિંગનો બનાવમાં ત્રણની વ્ક્તિઓની  અટકાયત

પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકામાં હ્યુમન ટ્રાફિકિંગનો બનાવ સામે આવ્યો છે , કાલોલના ખાનગી પ્રસુતિ હોસ્પીટલની સ્વીપર દ્વારા અજાણી મહિલાના તાજા જન્મેલા બાળકને કાલોલ તાલુકના સુરેલી ગામના અને ૩ પુત્રીઓના માતા પિતાને રૂ.૧૫ હજારમાં વેચી દેવામાં આવ્યો હોવાની ચોકાવનારી વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે, આ મામલે કાલોલ પોલીસ દ્વારા ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.