કાલોલ,
કાલોલ તાલુકાના સમા નર્મદા કેનાલ માંથી ગુમ થયેલ સ્ટેમ્૫ વેન્ડરના મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. એલ.સી.બી. પોલીસે શંકાસ્પદ મોબાઈલ નંબરની ટેકનીકલ પદ્ધતિથી તપાસ કરી શકદારનું આશ્રય સ્થાન કેલીધરા, છોટાઉદેપુર હોવાના આધારે ઈસમને ઝડપી પાડી પુછપરછ કરતાં મૃતક તેની પ્રેમીકાને બિભત્સ મેસેજ કરી પરેશાન કરતો હોય જેને લઈ ૨૯ એપ્રિલના રોજ કંજરી ચોકડી ઉપર બોલાવી ગાડીમાં બેસાડીને ગળુ દબાવી હત્યા કર્યાની કબુલાત કરી હતી. હત્યાના ગુનામાં એક સાગરીત સહિત બે ઈસમોની ધરપકડ કરાઈ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે કાલોલ શિવમ પાર્કમાં રહેતા વસીમ નિસારભાઈ અદા સ્ટેમ્પ વેન્ડરના વ્યવસાય કરતા હોય અ ને ૨૯ એપ્રિલના રોજ ગુમ થયેલ હતા. ગુમ થયાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાયેલ હતી. તેવા સ્ટેમ્પ વેન્ડર વસીમ નિસારભાઈ અદાનો મૃતદેહ ૧મેના રોજ સમા નર્મદા કેનાલ માંથી મળી આવતાં અ.મોતની ફરિયાદ નોંધી અને ૧૭૪ મુજબ મરણજનારના મોત અંંગેની તપાસ એલ.સી.બી. પોલીસે શરૂ કરી હતી. એલ.સી.બી.પોલીસની તપાસમાં શંકાસ્પદ મોબાઈલ નંબરોની કોલ ડીટેઈલ થી તપાસ કરી હતી. તપાસ દરમ્યાન શકદાર કલ્પેશ પર્વતભાઈ પરમાર રહે.કંજરી તા.હાલોલ અને હાલ કેલીધરા કવાંટ , છોટાઉદેપુર હોવાનું જણાઈ આવ્યું હતું. એલ.સી.બી.પોલીસે કલ્પેશ પર્વતભાઈ પરમારને ઝડપી પાડયો હતો. ઝડપાયેલ ઈસમ કલ્પેશ પરમારની પુછપરછ દરમ્યાન કલ્પેશ પરમારને સરોજબેન રાઠવા સાથે પ્રેમ સંંબંધો ધરાવતા હતા અને સરોજ બેના રાઠવાના મોબાઈલ ફોન ઉપર વસીમ સ્ટેમ્૫ વેન્ડર ખોટા બિભત્સ મેસેજ કરી પરેશાન કરતો હોય કલ્પેશ પરમાર એ વસીમને મોબાઈલ ઉપર સમજાવતા હતા. વસીમે તું મારી અને સરોજની વચ્ચે પડીશ નહી હું તેના થનાર પતિને વાત કરી લઈશ. તેમ કહેતા કલ્પેશ પરમાર અને તેના મિત્ર અક્ષય ચાવડા સાથે રાખીને સરોજને હેરાન નહિ કરવા સમજાવવાનો પ્રયત્ન કરેલ હતો. ૨૯ એપ્રિલના રોજ વસીમ અદા એ કલ્પેશ પરમારને ફોન કરી હાલોલમાં કંજરી રોડ ઉપર મળવા બોલાવ્યો હતો. આરોપી કલ્પેશ પરમાર તેના મિત્ર અક્ષય ચાવડાને ફોર વ્હીલ ગાડીમાં કંજરી રોડ પહોંંચ્યા હતા અને વસીમ અદાને ફોર વ્હીલમાં શાંતિથી બેસીને વાત કરીએ તેમ કહીને કારમાં બેસાડી સરોજને હેરાન નહિ કરવા જણાવેલ હતું. વસીમ અદા એ સરોજના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપતાં કલ્પેશ પરમારે ઉશ્કેરાઈ જઈ બાજુમાં બેઠેલ વસીમ અદાનું ગળંું દબાવી બન્ને સીટ વચ્ચે દબાવી ડીસમીસની મૂઠનો ભાગ કપાલ અને છાતીના ભાગે મારી સીટ ઉપર પાથરેલ નેટ વડે વસીમનું ગળુંું દબાવી રાખેલ જ્યારે અક્ષય ચાવડા એ પાછળ હાથ દબાવી રાખીને વસીમ અદાની હત્યા કરી હતી અને શકિતપુરા ગામ પાસે નર્મદા કેનાલમાં મૃતદેહ ફેંકીને આપધાતમાં ફેરવવાનો પ્રયાસ કરવા મોટર સાયકલ સ્થળ ઉપર છોડી દીધેલ હતી. એલ.સી.બી. પોલીસે હત્યાના ગુનામાં કલ્પેશ પરમરા અને અક્ષય ચાવડાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.