કાલોલ શહેર અને તાલુકામાં ફાળવવામાં આવેલા જથ્થામાં ઘઉં સડેલા અને જીવાતવાળા નીકળ્યા.

કાલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં સસ્તા અનાજની અનેક દુકાનોમાં ચાલુ મહિનાનો જથ્થો મળ્યો નથી અને જે દુકાનોમાં માંડ માંડ જથ્થો મળ્યો હોય તેવા દુકાનદારોએ લાભાર્થીઓને ઘઉં, ચોખા, દાળ વિતરણ શરુ કરવામાં આવતા ઘણો જથ્થો સડેલો તેમજ બિન આરોગ્યપ્રદ હોવાનું જાણવા મળતા લાભાર્થીઓએ સસ્તા અનાજને સ્થાને ક્રુર મજાક કરી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકા વિસ્તારમાં ચાલુ મહિનાના અંત સુધીમાં સસ્તા અનાજનો જથ્થો માંડ ફાળવવામાં આવી રહ્યો હોય જે મધ્યે ગુરુવારે કાલોલ શહેરમાં આવેલી એક સસ્તા અનાજની દુકાને વિતરણ કરવામાં આવતા જથ્થા પૈકી ઘઉં સડેલા હોવાની ફરિયાદ કાલોલ નગરના લાભાર્થીઓમાં ઉઠવા પામી છે. ગરીબોને મળતો ઘઉંનો જથ્થો સડેલા અને જીવાતવાળા હોવાથી અનેક દુકાનોમાં લાભાર્થીઓએ ઘઉંનો જથ્થો લેવાનું ટાળવું પડયું છે, પરાંત જે ગરીબ પરિવારોને ઘઉં તદ્દઉપરાંત મળ્યા હતા તેવા પરિવારોએ ઘરે જોઈને જોયુ તો ચોંકી ઉઠયા હતા.

કાલોલ શહેર અને તાલુકાપણ જાય છે. આવો સડેલો જથ્થો પણ દુકાનદારોને ફાળવી દેવામાં આવે છે. જે જથ્થો હાથમાં લેતી વખતે કે થેલીમાં ભરતી વખતે રીતસર પાવડર ઉડતો પણ જોવા મળે છે અને જીવાતો પણ બહાર આવે છે. આમ કાલોલ પુરવઠા વિભાગની લાપરવાહીએ સરકાર દ્વારા વિતરણ કરાયેલ અનાજનો જથ્થો સડી જતા સ્ટોક વિલંબની જહેમતમાં દુકાનદારોને ફાળવી દેવાનું કારસ્તાન હોવાનો લોકરોષ ઉઠી રહ્યો છે. આમ કાલોલ તાલુકા વિસ્તારમાં સરકારી અનાજના જથ્થાની ફાળવણીમાં થયેલા વિલંબ, ફાળવવામાં આવેલ જથ્થો અને સરકારી ગોડાઉનમાં અનાજની સ્થિતિ અંગે સઘન તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.