કાલોલ તાલુકાના શકિતપુરા ગ્રામ પંચાયતના સરપંચે તાલુકા પંચાયતમાં શકિત પ્રદર્શન : બીલો મંજુર ના થતા રોષે ભરાયેલા સરપંચે બાંધકામ શાખાના ઓપરેટરના ટેબલ પરનો કાચ તોડયો.

કાલોલ તાલુકાના શકિતપુરા ગ્રામ પંચાયતમાં સરપંચના બીલો પાસ ના થતાં રોષે ભરાયેલા સરપંચે બાંધકામ શાખાના ઓપરેટરના ટેબલના કાચ તોડયા.

કાલોલ તાલુકાના શકિતપુરા ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઇ મંગીલાલ ગ્રામ પંચાયતના વિકાસના કામો અંગે અજાણ હોવાના આક્ષેપ કરી જણાવતા કાલોલ તાલુકા પંચાયતની કચેરીમાં વિકાસના કામોની ગ્રન્ટોમાં લાખો રૂપીયાના નાણાં પણ શકિતપુરા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો કરવા માટે સરપંચે કાલોલ તાલુકા પંચાયતના સરકારી બાબુઓના પગ પકડવા અને હાથ જોડવા પડે છે. શકિતપુરા ગ્રામ પંચાયતના સરપંચે ગ્રામ પંચાયતમાં મીની વોટરની ગ્રાન્ટની મંજુરી મળતા ગામના જરૂરી વિસ્તારોમાં ગ્રાન્ટ મુજબ કામો પૂર્ણ તો કર્યા પરંંતુ દિવાળી અગાઉ બીલોના નાણાં હજુ સુધી મળેલ ન હોવાના કારણે સરપંચ રોષે ભરાયા હતા. શકિતપુરા ગ્રામ પંચાયતના સરપંચ પરપ્રાંતીય હોવાના કારણે ગુજરાતી ભાષાથી વંચિત છે. હાલ ભાષાની ગુંચવડોને લઈ સરકારી બાબુઓ અને સરપંચ વચ્ચે મતભેદ થતો હોવાનું પણ જાણવા મળી રહે છે.

શકિતપુરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગામના કરેલા વિકાસના કામોના રૂ.32,000/- બાકી હોવાનુંં બીલ કામ પૂર્ણ થયા પછી પણ ન મળતાં સરપંચ રોષે ભરાઈ કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે આવી બાંધકામ શાખામાં જઈ કોમ્પ્યુટર ઓપરેટરના ટેબલ પર મુકેલા કાચ પર હાથ પછાડતા ટેબલ પરનો કાચ સરપંચે તોડી કાયદા અને વ્યવસ્થાને હાથમાં લઈ ધમાચકડી મચાવી ગુસ્સે ભરેલા સરપંચે બેફામ અભદ્ર ભાષાનો ફિટકાર વરસાવી અધિકારીઓ સામે પોતાનનો રોષ ઠાલવ્યો હતો. સરપંચના દ્વારા કરવાના ગ્રામ પંચાયત વિસ્તારના કામોમાં નાણાં ના ચુકવાતા સરપંચ દ્વારા સ્વખર્ચે કરવામાં આવેલા ખર્ચની ઉધરાવણીઓ માટે વેપારીઓને મોં દેખાડવુંં વહમુંં પડયું છે. વેપારીઓ પાસે ગામના વિકાસના કામો કરવા માટે સરપંચ મટીરીયલ મંંગાવી નાણાં બાકી રાખતા તેમજ કામ માટે આવતાં શ્રમિકોને પણ સરપંચ દ્વારા નાણાં ચુકવવાના હોવાથી બેકાર સરપંચ ” નાણાંં વગરના નાથીયાની પરિસ્થિતી ” નાણાં વગરના નાથીયા જેવી થઈ જતાં આજરોજ સરપંચ ગુસ્સે ભરાઈ કાલોલ તાલુકા પંચાયત કચેરીના બાંધકામ શાખામાં આવી ધમાચકડી મચાવી હતી. સરપંચના જણાવ્યા અનુસાર દિવાળી પહેલા તાલુકા વિકાસ અધિકારીએ બીલો મંજુર પણ કર્યા પરંતુ બાંધકામ શાખાના છબકડાઓમાં શકિતપુરા ગ્રામ પંચાયતના સરપંચના રૂા.32,000/-ના બીલો અટવાતા સરપંચ તેમજ શ્રમિકોની દિવાળી તહેવારોમાં બગાસા ખાવાનો વારો આવ્યો હતો. કાલોલ તાલુકા કચેરીના અનેક ધરમધકકા ખાવા છતાં સરપંચના બીલોના નાણાં મળ્યા નહીં. આખરે સરપંચે તાલુકા પંચાયત કચેરી ખાતે બાંધકામ શાખામાં આવી કોમ્પ્યુટર ઓપરેટરના ટેબલ પર મુકેલા કાચ પર હાથ પછાડતા ટેબલ પરનો કાચ તુટી ગયો છે. જે સરપંચ પોતે સરકારી બાબુઓ સમક્ષ કબુલે છે. હવે કાયદાનો ભંંગ કરવા બદલ સરકારી બાબુઓ પણ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી બીલોના છબડકાનો ભાંડો બહાર ન આવે તે માટે પડદો પાડશે ? તે જોવું રહ્યું.