કાલોલ તાલુકા વિકાસ અધિકારીના રાજમાં વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી રમેશ ભોઈની ઘમાચકડી… અનીતિની વાટ પકડી

  • વેજલપુર ગ્રામ પંચાયતમાં આવેલ સરકારી યોજનામાં થયેલ ભય વગરનો ભ્રષ્ટાચાર
  • પ્રજાના લોક કલ્યાણ કરવાના બદલે ભ્રષ્ટાચાર આચરવામાં અને તેના મળતીયા ગોડફાધર ગણાતા કોન્ટ્રાકટરોનું રક્ષક બનેલો આ મકોડી પહેલવાન તલાટી રમેશ ભોઈ અને મહિલા સરપંચનો પતિ પ્રજા પર રોફ જમાવવામાં જરાપણ પાછા પડતા નથી. લોકમાં થતી ચર્ચાઓ…!
  • વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી રમેશ ભોઈ એ ખુલ્લેઆમ સરકારી તિજોરીને મસમોટા ગાબડા કરીને પોતે અને તેના મળતીયા કોન્ટ્રાકટરોના ધરની તિજોરીના ગાબડા પુરી રહયા હોવાની પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.
  • વેજલપુર ગ્રામ પંચાયતમાં “મીલ બાંટ કે ખાયેંેગેનો ચાલતો ખેલ કોન બંધ પાડશે કે પછી ભાગીદાર બનશે.
  • વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી રમેશ ભોઈએ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી લાખો રૂપીયાની સરકારી યોજનાઓ થકી કામો કાગળ ઉપર બતાવી મસમોટો ભ્રષ્ટાચાર કરી નાખ્યો હોવાની ઉઠી ફરિયાદો… ઉચ્ચ અધિકારીની ” તૈરી ભી ચૂપ મેરી ભી ચૂપની ભૂમિકા…!
  • વેજલપુર ગ્રામ પંચાયતમાં થયેલ વિકાસના કામોની ગેરરીતિથી કાલોલ તાલુકા વિકાસ અધિકારી અજાણ…! કે પછી ભાગીદાર…?
  • સરકાર દ્વારા થોકબધ્ધ યોજનાઓ અને તેની પાછળ કરોડો રૂપીયાની જોગવાઈ છતાં આવા ભ્રષ્ટરૂપી તલાટીના પાપ લીલાના કારણે લોકો રહ્યા ત્યાં ને ત્યાં જ…
  • પંચમહાલ જીલ્લામાં ખાયકીનો ખેલ ખેલવામાં વેજલપુર ગ્રામ પંચાયતનો તલાટી રમેશ ભોઈ અને મહિલાના સરપંચના પતિ માસ્ટર માઈન્ડ…?
  • કાલોલ તાલુકા વિકાસ અધિકારીના રહેમનજર હેઠળ વેજલપુર તલાટી રમેશ ભોઈએ ખેલ્યો ખાયકીનો ખેલ…?
  • કાલોલ તાલુકા વિકાસ અધિકારીના નરમ વલણને લઈને વેજલપુરના તલાટી રમેશ ભોઈ ભ્રષ્ટાચાર આચરવામાં બન્યો બેફામ…!
  • ગુજરાત વિકાસ મોડલનું સુરસુરીયું બોલાવી વિકાસ મોડલને બદનામ કરતો વેજલપુર ગ્રામ પંચાયતનો તલાટી રમેશ ભોઈ…
  • ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો કરવા છતાં તપાસ કરવામાં ઉચ્ચ અધિકારીઓને રસ કેમ નથી…? કે પછી વહીવટનો ખેલ…??
  • ગરીબ પ્રજા માટે આવેલ સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર આચરી પોતાની કમાણી કરનાર રમેશ ભોઈનો અંત લાવશે કોન…? કે પછી “અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા કહેવત સાર્થક બનશે.
  • વિજીલન્સ ખાતું ત્રાટકે તો ઘણીબધી ગોબાચારી ઉધાડી પડે તેમ છે…
  • કાગળ ઉપર બતાવેલ વિકાસ કામોની યાદી પ્રસિદ્ધ થયા બાદ પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારી પોતાનું ખમીર બતાવી નિષ્પક્ષ સ્થળ તપાસ કરશે ખરાં…? કે પછી….
  • વેજલપુર પંચાયતમાં મહિલા સરપંચ હોય તેના સ્થાને વહીવટ તેમના પતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે તમામ કૌભાંડમાં મહિલા સરપંચના પતિની ભાગીદારી હોવાની પ્રજાજનોમાં થતી ચર્ચાઓ…