કાલોલ તાલુકાની જોડિયાકુવા પ્રા.શાળામાં રક્ષાબધંન પર્વની ઉજવણી

કાલોલ તાલુકામાં આવેલ જોડિયાકુવા પ્રા.શાળામાં તારીખ 17/8/2024 ને શનિવારે શાળા ના આચાર્ય રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ ભાઈ બહેનનો અતૂટ પ્રેમ સંબંધ એટલે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.રક્ષાબંધન માત્ર ભાઈ – બહેનના નિર્મળ પ્રેમ પ્રતિક રૂપ તહેવાર જ નથી, પરંતુ આ પરંપરા સંસારના સમસ્ત જીવોને નિ:સ્વાર્થ પ્રેમ આધારિત સામાજિક વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત આપે છે. સમગ્ર સંસાર અત્યારે ભય, ચિંતા, હતાશાના વાદળોથી ઘેરાયેલો છે, ત્યારે માત્ર નિર્મળ સ્નેહ જ માનવ ચેતનાના બુઝાઈ રહેલા જીવનદીપ માં નવા પ્રાણ પુરી શકે તે હેતુસર શાળાના શિક્ષકો નીતાબેન પટેલ ભારતીબેન પટેલ અને જગદીશભાઈ ના આયોજન હેઠળ યોજી ને શાળાની છોકરીઓએ તમામ છોકરાઓને નીતાબેન અને જગદીશભાઈ ધ્વારા બાળકો પાસે બનાવેલ રાખડી બાંધી ને આર્શીવાદ આપ્યા હતા સાથે સાથે શાળાના શિક્ષક ભાઈઓને શિક્ષિકા બહેનો એ રાખડી બાંધી હતી.બાળકો એ ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.