કાલોલ તાલુકા ની 19 ગ્રામપંચાયતોમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક કમ મંત્રી હાજર થયા

કાલોલ, ગતરોજ રાજ્ય સરકારમાં નવી નિમણૂક મેળવી રહેલા 4159 જેટલા યુવાનોની મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ પટેલની ઉપસ્થિતિમાં ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જીપીએસસી તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત પરીક્ષા દ્વારા પસંદગી પામેલા તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક કમ મંત્રી આજરોજ કાલોલ તાલુકાની 19 ગ્રામપંચાયતોમાં નિમણૂક પત્ર એનાયત કરતા નિયુક્ત ગ્રામપંચાયતોમાં હાજર થયા હતા.