કાલોલ,
કાલોલ તાલુકાના વેજલપુર થી કાનોડ તરફ જતાં રસ્તા ઉપર ભાદરોલી ગામે બાઈક ચાલકે સામે આવતી બાઈકને સામેથી અથડાવી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર થી કાનોડ તરફ જતાં રસ્તા ઉપર ભાદરોલી ગામે બાઈક નંબર જીજે.17.બીપી.8505ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી ગોપાલભાઈ અંદરસિંહ પટેલની બાઈક નંબર જીજે.17.બીપી.7381 ને સામેે અથડાવી ગોપાલભાઈ પટેલને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું. આ બાબતે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.