કાલોલ તાલુકાના સુરેલી ગામની પરણિતાને પતિ દ્વારા ત્રાસ આપતા મહિલા પોલીસ મથકે ફરિયાદ

કાલોલ, કાલોલ તાલુકાના સુરેલી ગામે રહેતા પરિણીતાને તેના પતિ દ્વારા મારઝૂડ કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા પરિણીતાએ ગોધરા મહિલા પોલીસમથકે સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા શહેરના સાંપા રોડ પર આવેલી સોસાયટીમાં ભાડે રહેતા એક મહિલાએ ગોધરા મહિલા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના પિતાને મગજની બીમારી હોવાથી ઘરે રહે છે અને તેઓના માતા ડેરીમાં મજૂરીકામ અર્થે જાય છે. સને 2022 માં તેઓના લગ્ન કાલોલ તાલુકાના સુરેલી ગામે આવેલા વણકર ફળિયામાં રહેતા ઉમેશભાઈ કાળુંભાઈ પરમાર સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. તેઓના પતિએ લગ્નના ત્રણ દિવસ સુધી પરિણીતા સાથે સારૂં રાખ્યું હતું. ત્યારબાદ અન્ય મહિલા સાથે આડા સબંધ હોવાથી પરિણીતા સાથે ઝઘડો કરીને મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. પરિણીતાના સાસુ ડાહીબેન પરમાર, સસરા કાળુભાઇ પરમાર, જેઠ વિનોદભાઈ પરમાર, જેઠાણી અંજનાબેન પરમાર અને નણંદ જ્યોતિબેન પરમાર પર પરિણીતાના પતિ ઉમેશભાઇ ચઢામણી કરીને જણાવતા હતા કે તારીને પત્નીને ઘરનું કઈ કામકાજ આવડતું નથી. તારી પત્ની દહેજમાં પણ કંઈ પણ લાવી નથી, તું તારા પત્ની પાસે વે લાખ રૂપિયા મંગાવ, તેમ કહેતા પરિણીતાના પતિ પરિણીતાને નાની નાની વાતે ઝઘડો કરીને મારઝૂડ કરીને ત્રાસ આપતા હતા. ગત 15 તારીખે ઉમેશ પરમારે પોતાના પત્નીને માર મારતા આસપાસના લોકો દ્વારા પરિણીતાના બેનને જાણ કરતા તેના બેન પરિણીતાને લઈને ઘરે આવ્યા હતા. આજરોજ સમગ્ર મામલે તમામ ઈસમો સામે ફરિયાદ નોંધાવા પામી છે.