કાલોલ તાલુકાના સાતમણા પુલથી અંબાલા પુલ વચ્ચે નર્મદા કેનાલ રોડ ઉપર પીકઅપની ટકકરે બાઈક ચાલકનું મોત : બેને ઈજાઓ

કાલોલ,

કાલોલ તાલુકાના સાતમણા પુલથી અંબાલા પુલ વચ્ચે નર્મદા કેનાલના રોડ ઉપર પસાર થતાં પીકઅપ ડાલાના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈકને ટકકર મારી બાઈક ચાલકનું ધટના સ્થળે મોત નિપજાવી તેમજ પાછળ બેઠેલ બે યુવાનોને ઈજાઓ પહોંચાડી વાહન સ્થળ ઉપર છોડી નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના સાતમણા પુલથી અંબાલા પુલ વચ્ચે નર્મદા કેનાલના રોડ ઉપરથી પસાર થઈ રહેલા પીકઅપ ડાલુ નંબર જીજે.17.07.વાયઝેડ.5340ના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈ થી હંકારી લાવી બાઈક નંબર જીજે.07.સીકે.7461ને ટકકર મારી બાઈક ચાલક સાહિલ રાવજીભાઈ પરમાર ઉ.વ.19ને ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નિપજાવ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ અજય મણીલાલ પરમાર અને કિશન વિષ્ણુભાઈ પરમારને ઈજાઓ પહોંચાડી હતી અને પીકઅપ ચાલક વાહન સ્થળ ઉપર છોડી નાશી જઈને ગુન્હો કરતાં કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.