કાલોલ તાલુકાના સરકારી સસ્તા અનાજના દુકાનદારો દ્વારા ધારાસભ્યના સત્કાર સમારંભમાં ધારાસભ્યએ પરવાનેદાર સિવાય વહીવટ કરતા લોકો સામે તપાસ કરવા જીલ્લા પુરવઠા વિભાગને રજુઆત

કાલોલ,

કાલોલ તાલુકાના સરકારી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા ધારાસભ્યનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. જ્યાં કેટલીક દુકાનો ઉપર પરવાનેદારના સ્થાને બીજા વ્યકિત વહીવટ કરતાં હોવાનો મુદ્દો સામે આવતાં ધુળાપુઆ થયા હતા.

કાલોલ તાલુકામાં સરકારી સસ્તા અનાજની દુકાનનો ચલાવતા સંચાલકો દ્વારા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. સત્કાર સમારંભમાં હાજર ધારાસભ્યને કેટલીક દુકાનોના પરવાનેદાર સિવાય બીજા વ્યકિત વહીવટ કરતા હોય તેવું ધ્યાનમાં આવતાં ધારાસભ્ય ગુસ્સે ભરાયા હતા. તાલુકામાં ગરીબો માટે આવતું અનાજ પુરુ વિતરણ કરવા માટે દુકાનદારોને સુચના આપી હતી. જે દુકાનદાર દ્વારા ગરીબો માટે આવતાં અનાજનો જથ્થો પુરો ન આપતા હોય તેવા દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરવા આવશે. સમારંભમાં ધારાસભ્યને તાલુકાની અમુક સરકારી દુકાનોનો વહીવટ પરવાનેદાર સિવાય અન્ય વ્યકિત દ્વારા કરવામાં આવતો હોવાના મુદ્દે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા કાર્યક્રમ દરમિયાન મામલતદારને ફોન કરી તાલુકામાં પરવાનેદાર વગર અન્ય વ્યકિત વહીવટ કરતા હોવા બાબતે પુછપરછ કરી હતી સાથે જીલ્લા પુરવઠા કક્ષાએ તપાસ માટે રજુઆત કરી હતી અને કાલોલ તાલુકામાં સસ્તા અનાજના પરવાનેદાર સિવાય અન્ય તેનું સંચાલન કરતાં હોય તે બંધ કરવામાં આવે કાર્ડધારકોને ઓછું અનાજ આપી બહાર વેચાણ કરી સરકાર બદનામ થાય તેવી પ્રવૃતિ સાંખી લેવાશે નહિ. આંમ, પણ કાલોલ સરકારી અનાજ ગોડાઉન માંથી કરોડો રૂપીયાનું અનાજ સગેવગે થયાનું સામે આવ્યું હતું. તેવા કિસ્સાઓ ફરીથી ન બને તે માટે સુચનો કર્યા હતા.