કાલોલ તાલુકાના રીંછીયા વાંટા ગામે જુગાર રમતા ત્રણ જુગારીયા ઝડપ્યા

કાલોલ, કાલોલ તાલુકાના રીંછીયા વાટા ગામે ખેતરોની સીમમાં જુગાર રમતા સ્થળે પોલીસે રેઈડ કરી ત્રણ જુગારીયાને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના રીંછીયા વાંટા ગામે કેટલાક ઈસમો ખેતરોની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોય તે સ્થળે વેજલપુર પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પ્રતાપસિંહ ફુલસિંહ સોલંકી, કાનાભાઈ ધનાભાઈ મેધવડ, દશરથસિંહ ફુલસિંહ સોલંકીને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ 1040/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે વેજલપુર પોલસી મથકે જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી.