કાલોલ તાલુકાના રામનાથા ગામે બે ગેસ સિલીન્ડર બ્લાસ્ટમાં 22 લોકો ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડયા

  • ગેસ સીલીન્ડર બ્લાસ્ટમાંં 7 મહિલા, 6 બાળકો અને 8 પુરૂષો દાઝયા.
  • ધટના સ્થળે મામલતદાર, પોલીસ ફાયર ફાયટરો પહોંચયા.

કાલોલ, કાલોલ તાલુકાના રામનાથ ગામના રાવળ ફળીયામાં બે ગેસ સીલીન્ડ ફાટવાની ધટના બનવા પામી હતી. ગેસ સીલીન્ડર બ્લાસ્ટને લઈ જેટલા લોકોને ઈજાઓ થવા પામી છે. જેમાં પાંચ જેટલા બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગેસ સીલીન્ડર બ્લાસ્ટની ધટનાને લઈ કાલોલ મામલતદાર ધટના સ્થળે આવ્યા હતા. જ્યારે ગોધરા પ્રાંત અધિકારી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળીયામાં કોઇ આકસ્મિક કારણોસર બે ગેસના સીલીન્ડર ફાટાવની ધટનાને લઈ કાલોલ ફાયર ફાયટરો તેમજ મામલતદાર ધટના સ્થળે દોડી આવ્યા હતા. ગેસના બે સીલીન્ડર બ્લાસ્ટ થવાને લઈ 22 જેટલા વ્યકિતઓ દાઝી જવાની ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં 8 મહિલાઓ, 5 બાળકો મળી કુલ 22 ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે 108 મારફતે કાલોલ રેફરલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો અને વ્યવસ્થાના અભાવે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાછે. ગેસ બોટલ ફાટવાની ધટનામાં ઇજાગ્રસ્તોને ગોધરા સીવીલમાં ખસેડવામાં આવતાંં ગોધરા પ્રાંત અધિકારી સીવીલમાં પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની સ્થિતી અને સારવાર અંગેની માહિતી મેળવી હતી. ગેસ સીલીન્ડર બ્લાસ્ટમાં 7 મહિલાઓ, 6 બાળકો અને 8 પુરૂષો મળી 22 ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલમાં લવાયા છે. અત્યાર સુધી ગેસ સીલીન્ડર બ્લાસ્ટ થવાનો કોઈ કારણ જાણવા મળ્યું નથી. પોલીસ ધટના સ્થળે પહોંચીને સીલીન્ડર બ્લાસ્ટના કારણો માટે તપાસ હાથ ધરી છે.

ઈજાગ્રસ્તોના નામોની યાદી…..
નામ

  1. વિશનુભાઇ અરવિંદભાઇ ઓડ 22 ઉ.વ.
  2. લાલાભાઈ દાતાભાઈ પરમાર 50 ઉ.વ.
  3. જેન્તીભાઇ પુજાભાઇ રાવળ 60ઉ.વ.
  4. મંજુલાબેન જેન્તીભાઇ રાવળ 45 ઉ.વ.
  5. ચંદનબેન નટવરભાઇ રાવળ 46
  6. ખુમાન વલ્લવ પરમાર 35
  7. તરૂણભાઇ શૈલેષ રાવળ 30
  8. મેધાબેન વિનોદભાઈ રાવળ 17
  9. પારૂલબેન ભરતભાઇ રાવળ 18
  10. જયોત્સનાબેન લખનભાઇ ઓડ 30
  11. જયોત્સનાબેન જેન્તીભાઇ રાવળ 25
  12. આરોહીબેન યોગેશભાઇ રાવળ 10
  13. નર્મદાબેન વિઠ્ઠલભાઇ ઓડ 45
  14. હર્ષ અમિતકુમાર રાવળ 8
  15. નવ્યાબેન યોગેશ રાવળ 7
  16. અર્પિતાબેન અલ્પેશભાઇ રાવળ 3
  17. મેહુલ મુકેશભાઇ રાવળ 19
  18. અંબાબેન શંકરભાઇ રાવળ 62
  19. રાવળ પુનમબેન અલ્પેશભાઇ 25
  20. કિશન જેન્તીભાઇ રાવળ 22
  21. વિરાજ અતુલભાઇ રાવળ 5
  22. સુરેશભાઇ છગનભાઇ રાવળ 55