કાલોલ તાલુકાના પરૂણા ગ્રામ પંચાયત વિસ્તારમાં મનરેગા યોજનાના જુના કામોને બીજી વખત બનાવી નવા ઠરાવો સરકારી નાણાંનો દુરઉપયોગ મામલે ટી.ડી.ઓ.ને લેખિત રજુઆત

કાલોલ,કાલોલ તાલુકાના પરૂણા ગ્રામ પંચાયત વિસ્તારમાં મનરેગા યોજના હેઠળના જુના કામોમાં બીજી વખત કામો બતાવી તેના નવા ઠરાવો કરી તેમજ કામ ચાલુ બનાવી સરકારી કર્મચારીઓ અને સરપંચના મેળાપીપણામાં સરકારી નાણાંનો દુરઉપયોગ કરવામાં હાલોલ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજુઆત કરાઈ છે.

કાલોલ તાલુકાના પરૂણા ગ્રામ પંચાયતના સરપંચ અને સરકારી કર્મચારીઓના મેળાપીપણામાં ખુબ મોટો ભ્રષ્ટાચાર કૌભાંડ આચરવામાંં આવી રહ્યો છે. તેમાં કાશીયાધોડા વિસ્તારમાં પ્રા.શાળાની કલજી માંકડીયાના ધર સુધી માટી મેટલનું કામ મનરેગા યોજના હેઠળ બે વર્ષ પહેલા પૂર્ણ થયેલ બતાવી નાણાં ઉપાડી લેવામાં આવેલા હાલમાં આજ રસ્તા ઉપર બીજી વખત નવું 300 મીટરનુંં કામ વધારે બતાવી એકના એક કામમાં બીજી વખત કરાયો કરી નાણાંકીય ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો છે. હરીજનવાસ થી હોળી ચકલા સુધી રસ્તાનું કામ ગઈ ગયેલ બતાવે છે તેમજ રસ્તાનું બીજી વખત નામ બદલી નવુંં કામ નવું કામ અધરું ગમજીના ધર સુધી કામ ચાલુ બતાવે છે. પણ સ્થળ ઉપર કામ ચાલતું નથી. પંચાયત દ્વારા અગાઉ થયેલા કામોમાં પણ જરૂરીયાતમંદ લાભાર્થીના આધારકાર્ડ લઈ તેમના ખાતામાં ખોટી રીતે પૈસા નાખી લાભાર્થીને કામ નહી આપી કામમાં મશીનરીનો ઉ5યોગ કરાઈ રહ્યો છે. પરૂણા ગ્રામ પંચાયતમાંં અગાઉના વર્ષમાં0 નાળાઓ તથા ચેકડેમોના કામો ઓફ લાઈન થયેલા હતા. તે હાલ ઓન પ્રક્રિયા ચાલુ તેમજ નવા કામો ચાલુ કરવાના ઠરાવો કરવામાં આવ્યા છે.

કાશીધોડામાં રમણભાઈ વાધજીભાઈના ધર પાસે ડામર રોડ થી રીમલાભાઈ દલપાભાઈના ધર સુધી માટી મેટલનું કામ સ્થળ કરવામાં આવ્યુંં નથી અને હાલ ઓનલાઈન માહિતીમાં કામ ચાલુ દર્શાવે છે. પરૂણા ગ્રામ પંચાયતના સરપંચ સરકારી કર્મચારીઓ તેમજ મળતીયાઓના મેળાપીપણામાં મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકારી નાણાંના થતાં દુરઉપયોગ અને ભ્રષ્ટાચારને રોકવા માટે અરજદાર પણ કાલોલ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી કાર્યવાહી કરવામાં આવે નહિ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.