કાલોલ, કાલોલ તાલુકાના પરૂણા ગામે ગોમા નદીમાં ફાળવવામાં આવેલ લીઝ ધારકોને લીઝ માંથી રેતી કાઢવા માટે હિટાચી મશીન લાવવામાં આવતાં ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવતાં પ્રાંત અધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા સાથે રેતીની લીઝ ધરાવતા લોકોને હિટાચી મશીન સાથે પરત મોકલી આપતાં મામલો ઠાળે પાડવામાંં આવ્યો હતો.
કાલોલ તાલુકાના પરૂણા ગામે ગોમા નદી માંથી રેતી ખનન મુદ્દે ગ્રામજનો અગાઉ પણ વિરોધ કરી ચુકયા છે અને પરૂણા ગામમાં રેતીની લીઝ ફાળવવાને આવે તેમજ આ ગામ માંથી રેતીનું ખનન કરવા દેવા માટે ગ્રામજનો મકકમ હતા. ત્યારે આજરોજ પરૂણા ગામે ગોમા નદીમાંં બે લીઝ ફળવાઈ હોય તેવા લીઝ ધારકો રેતી કાઢવા માટે હિચાટી મશીન સાથે પહોંચ્યા હતા.ત્યાર ગ્રામજનો દ્વારા રેતી નહિ કાઢવા દવા માટે એકઠા થઈ ગયા હતા. જેને લઈ લીઝ ધારક અને ગ્રામજનો વચ્ચે રેતીની લીઝ મુદ્દે તકરાર વધે તેમ હોય જેને લઈ પ્રાંત અધિકારી પરોલી ગામ ખાતે દોડી આવ્યા હતા અને લીઝ ધારકને ગ્રામજનો વચ્ચે સમજાવટ કરીને રેતી ખનન માટે લવાયેલ હિટાચી મશીન પરત મોકલી આવતાં મામલો ઠાળે પાડયો હતો.