- કાલોલ મિશન મંગલમ કચેરીમાં ફરજ બજાવતા દિપ્તીબેન દ્વારા વિવિધ નામના મહિલા સખી મંડળ બનાવી લાખો રૂપીયા સગેવગે.
- કાલોલ મિશન મંંગલમ કચેરીમાં ફરજ બજાવતા દિપ્તીબેનના ફરજ દરમિયાન જેટલા મહિલા સખી મંડળમાં ગ્રાન્ટોની ફાળવણી કરવામાંં આવી છે,તેની તપાસ થાય તે જરૂરી.
- દિપ્તીબેનના સમયગાળા દરમિયાન કેટલી ગ્રાન્ટો ફાળવવામાં આવી છે તેમાં માત્ર કાગળો પર જ કામ થયાના આક્ષેપો.
- કાલોલ મિશન મંગલમ શાખાના માંથી જૂથ દીઠ આપવામાં આવતી લોનના પેટે કમિશન માંગનાર દિપ્તીબેન સામે આક્ષેપો.
કાલોલ, પંચમહાલના કાલોલ તાલુકાની મિશન મંગલમ શાખાના મહિલા અધિકારી દ્વારા સખી મંડળના મહિલા સભ્યો પાસે જ લાંચરૂપે નાણાંની માંગણી કરવા અને લાંચ ન આપે તો નોકરી માંથી છુટા કરી દેવા જેવી ધમકીઓ આપી મોટા પાયે કટકી ખાતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની એટલે કે, GLPC હેઠળ ચાલતા મિશન મંગલમ શાખા હેઠળ સમાજની ગરીબ તથા વંચિત મહિલાઓ અને નબળા અને વંચિત વર્ગ સમુદાયના લોકોને સ્વસહાય જૂથોની રચના કરી તેમને સાતત્યપૂર્ણ રોજગારી સાઠે આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય થી સરકાર ખોબે ખોબા ભરી ગ્રાન્ટ ની ફાળવણી કરે છે. પરંતુ કાલોલની મિશન મંગલમ શાખાના નેજા હેઠળ બનેલા સ્વસહાય જૂથો જાણે તાલુકા અધિકારી એવા ટી.એલ.એમ. દીપતિબેન માટે બન્યા હોય તેમ સ્વસહાય જૂથો માટે આવતી તમામ ગ્રાન્ટ માંથી કટકી ખાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે સ્વસહાય જૂથોના મહિલા સભ્યોએ મીડિયા સમક્ષ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી.
કાલોલ તાલુકાના મિશન મંગલમ શાખાના અધિકારી દીપ્તીબેન જેઓ ટી.એલ.એમ. તરીકે ફરજ બજાવે તેમના દ્વારા સ્વ સહાય જૂથોને આર્થિક પ્રવૃતિઓ કરવા માટે જૂથ દીઠ આપવામાં આવતી લોન અને રિવોલ્વિંગ ફંડ માંથી લાંચ પેટે ભારોભાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો થયા છે. એક જૂથ પાસે લોનના કમિશન પેટે 3 થી 4 હજાર રિવોલ્વિંગ ફંડ માંથી એક જૂથ પાસે 10 હજાર રૂપિયા સુધીની માંગણી કરવામાં આવી રહી હોવાના તેમજ બેન્ક સખી અને સખી મંડળોના હોદ્દેદારો પાસે કાલોલના મિશન મંગલમ શાખાના ટી.એલ.એમ. દીપ્તિબેન પૈસાની કરે છે. કડક ઉઘરાણી કરતા હોવા અને જો પૈસા ન આપો તો સખી મંડળ માંથી કાઢી મુકવા અને પોલીસ ફરિયાદ કરવા ધમકી આપતા હોવાના આક્ષેપો સ્વસહાય જૂથના સભ્યો અને બેન્ક સખીઓએ કર્યા છે.
મહિલા અધિકારી દીપતિબેનના ત્રાસ થી સ્વસહાય જૂથના અનેક મહિલા સભ્યો અને હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે. કેટલીક સખીઓને છેલ્લા 9 મહિના ઉપરાંતના સમય થી પગાર સહિતનું ચુકવણું નહિ કર્યાના આક્ષેપ પણ સામે આવ્યા છે. ત્યારે સ્વસહાય જૂથના વિલેજ ઓર્ગેનાઇઝેશન ચલાવતી બહેનોની હૈયા વરાળની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે જેમાં બંને બેન્ક સખીઓ તાલુકા અધિકારી ના ત્રાસ અંગે પોતાની હૈયા વરાળ ઠાલવી રહી છે.
મિશન મંગલમ વિભાગ દ્વારા સ્વસહાય જૂથની મહિલા સભ્યોને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓની તાલીમ માટે જે કાર્યક્રમો કરવામાં આવે છે, તેમાં પણ કાલોલ તાલુકામાં મસમોટું કૌભાંડ આચર્યું હોવાની બેન્ક સખીઓ કરી રહી છે. તેમના મતે તાલુકા અધિકારી દ્વારા ટ્રેનિંગના નામે માત્ર સિક્કા મરાવી બિલો પાસ કરાવી લેવામાં આવે છે. ત્યારે તાલુકાના અધિકારી ટી.એલ.એમ. એવા દીપ્તીબેને પોતાનો બચાવ કરતા આ તમામ આક્ષેપો ખોટા હોવાનો અને સાબિત કરી આપવાનો રોફ બતાવી પોતે સાચા જ હોવાનું રટણ કર્યા કર્યું હતું. જો કે, આ સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએ થી તપાસ થાય તો મોટું ભોપાળુ સામે આવી શકે તેમ છે.
પ્રુફ સાચું બતાવે તો હું તેનો નિવેડો લાવી શકુંં છું અને કહીશ કે તેમાં શું છે, તે બધુંં જ ખોટું છે. લોનોમાં બેંકોની જવાબદારી છે અને તેના હાથમાંં જ હોય છે. જ્યારે લોનો વહેલી અપાતી નથી એટલા માટે આ લોકો આવી રીતે કરતા હોય છે અને બીજા બધાં જ ખોટા આરોપ છે.:- દિપ્તીબેન, ટી.એમ.એલ., મિશન મંગલમ-કાલોલ…