કાલોલ,
કાલોલ તાલુકાના મલાવ ગામે કેનાલ નજીક નીલગરીના ખેતરમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી પાંચ જુગારીયાને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના મલાવ ગામે કેનાલ નજીક નીલગીરીના ખેતરમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પૂનમ બુધાભાઈ પરમાર, વાલજી વજાભાઈ સલાટ, કમલેશ શનાભાઈ પટેલ, અરવિંદ ચીમનભાઈ બારીયા, ચંદુભાઈ શંકરભાઈ બારીયાને ઝડપી પાડવામાં આવ્યા. ઝડપાયેલ જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ 3170/-રૂપીયાનો મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે કાલોલ પોલીસ થકે ફરિયાદ નોંધાવા પામી.