કાલોલ,કાલોલ તાલુકાના ખરસાલીયા ગામે રહેતા ફરિયાદીનો છોકરો ફળિયામાં રહેતા આરોપીની છોકરીને ભાગડી ગયેલ હોય તેની અદાવત રાખી મારી નાંખવાની અને ધર સળગાવી નાંખવાની ધમકીઓ આપેલ હતી. અને આરોપીના કહેવાથી અન્ય આરોપીઓ સાથે 12 ઈસમોએ રાત્રિના સમયે ધરે આવી બુમો પાડી ધરના દરવાજા તોડી ધરમાં પ્રવેશી ધરમાં સરસામાનની તોડફોડ કરી 70 હજારનુ નુકસાન કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના ખરસાલીયા ગામે યોગેશ્ર્વર મંદિર ફળિયામાં રહેતા ફરિયાદી ઝવરસિંહ ગુલાબસિંહ સોલંકીનો છોકરો રાહુલકુમાર ફળિયામાં રહેતા આરોપી દિલીપસિંહ મોહનસિંહ સોલંકીની છોકરી ભગાડી ગયેલ હોય જેની અદાવત રાખીને દિલીપસિંહ સોલંકીએ જાનથી મારી નાંખવાની તેમજ ધર સળગાવી નાંખવાની ધમકી આપી હતી. દિલીપસિંહ સોલંકીના કહેવાથી અન્ય 11 જેટલા આરોપી ઈસમો સાથે મળીને રાત્રિના સમે ઝવરસિંહ સોલંકીના ધરે આવી બુમો પાડી તેમજ ધરનો દરવાજો તોડીને પ્રવેશ કરી અને આરોપી ઈસમોએ મારક હથિયારો સાથે ધરમાં રાખેલ સરસામાન, તિજોરી, પલંગ, ટી.વી., પાણીના પીપ, લોખંડના ખાટલા તેમજ પતરાની તોડફોડ કરી હતી. આરોપી ઈસમોઅિે ધરના આંગણામાં પાણીની પાઈપ કાપી નાંખી વીજ મીટરની તોડફોડ કરી 70 હજાર રૂપિયાના સરસામાનની તોડફોડ કરી નુકસાન કર્યુ હતુ. આ બાબતે વેજલપુર પોલીસ મથકે દિલીપસિંહ સોલંકી, કિશનકુમાર દિલીપસિંહ સોલંકી સહિત 13થી વધુ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.