- ચોમાસામાં ચેકડેમ ધોવાઈ જતાં પાણી સંગ્રહ નહિ થતાં ખેડુતોને સિંચાઈના પાણીની તકલીફ.
- ચેકડેમ તુટવાથી પાણી સંંગ્રહ ન થતાં ભૂર્ગભ જળસ્તર ઉંંડે જતાં પશુપાલકોને પાણી માટે રઝડતાટ.
ગોધરા,
કાલોલ તાલુકાની જીવાદોરી સમાન કરાડ અને ગોમા નદી પર બનાવવામાં આવેલ બે ચેકડેમો ચોમાસાની સીઝનમાં ક્ષતિગ્રસ્ત થતાં ખેડુતોને સિંચાઈ માટે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે કરાડ અને ગોમા નદી ઉપરના ચેકડેમોની મરામત વહેલી કરવામાં આવે તેવી માંંગ ખેડુતો દ્વારા કરાઈ છે.
પંંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના બરોલા, મધવાસ ગામ પાસેથી પસાર થતી કરાડ નદી ઉ5ર આવેલ મોટો ચેકડેમ ચોમાસાની સીઝનમાંં નદીમાં આવેલ ભારે પાણીના પ્રવાહને લઈ તુટી જવા પામ્યો હતો. જેને લઈ ચેકડેમમાં સંંગ્રહીત થતુંં પાણી નદીમાં વહી જવા પામ્યું હતું. સાથે ધસમસતા પાણીના પ્રવાહને લઈ નદી કિનારા વિસ્તારની જમીનોનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થવા પામ્યું હતું. ચેકડેમનું ધોવાણ થઈ જતાં ખેડુતો દ્વારા ચેકડેમમાં પાણીનો સંગ્રહ થાય તે માટે સ્વખર્ચેથી માટીનુંં પુરણ કરવામાં આવ્યું હતું. જેને લઈ બાકીના પાણીને વહેલું અટકાવી શકાય ચોમાસાની સીઝનમાં પાણીના પ્રવાહમાં ધોવાણ થયેલ ચેકડેમનુંં સિંચાઈ વિભાગ દ્વારા કામચલાઉ તુટેલા ભાગનું સમારકામ કરવામાં આવ્યું હતું. પરંતુ બન્ને ચેકડેમમાં પાણીનો સંગ્રહ ન રહેતા હાલ ખેડુતોને સિંચાઈનું પાણી મળતુંં નથી. કરાડ અને ગોમા નદી ઉ5ર લાખો રૂપીયાના ખર્ચે બનેલ ચેકડેમોને લઈ સંગ્રહિત થતાં પાણીને લઈ આ વિસ્તારમાં ભૂર્ગભ જળ જળવાતુંં હતું. તે જળસ્તર પણ નીચે જવાને લીધે પશુપાલનનો વ્યવહાર કરતાં ખેડુતોને પણ પાણી વગર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારની સિંચાઈ વિભાગ દ્વારા ગોમા નદી અને કરાડ નદીના ચેકડેમોનુંં કાયમી સમારકામ કરવા માટે પ્લાન એસ્ટીમેન્ટ વડી કચેરીમાંં મંજુરી માટે મોકલવામાં આવ્યું છે. ગોમા નદી અને કરાડ નદીના ચેકડેમ વિસ્તારમાં આવતાં ગામોના ખેડુતો દ્વારા સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે બન્ને ચેકડેમોના સમારકામ કરવામાંં આવે જેથી આગામી ચોમાસાની સીઝનમાં પાણીનો સંગ્રહ થાય અને ખેડુતોને સિંચાઈનો લાભ મળે સાથે ભૂર્ગભ જળસ્તર જળવાઈ રહે હાલ તો ખેડુતો આશા રાખી રહ્યા છે કે, ચેકડેમનું સમારકામ વહેલું થાય છે કે ચોમાસું વહેલું આવે છે.
બોકસ: ચેકડેમ તુટી જતાં પાણી સંગ્રહના અભાવે ભૂર્ગભ જળસ્તર નીચે ગયા….
કાલોલ તાલુકાના ગોમા અને કરાડ નદી ઉ5ર બનાવાવમાં આવેલ ચેકડેમો ચોમાસાની સીઝનમાં ધોવાઈ જતાં ખેડુતો સિંચાઈના પાણીથી વંચિત રહ્યા છે. ચેકડેમમાં પાણી સંંગ્રહ નહિ થવાને લઈ પીવાના પાણી અને સિંચાઈ પાણી ઉપલબ્ધ કરાવવામાં કુવાઓ, બોરવેલમાં પણ પાણીના સ્તર નીચે જતાં ખેડુતો બન્ને નદીઓના ચેકડેમના સમારકામ વહેલી તકે થાય તેવી માંગ કરી રહ્યા છે.
બોકસ:
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના કંડાચ, રામનાથ ગામોમાં ચાલુ વર્ષ દરમિયાન ચેકડેમોમાં નુકશાન થવા પામ્યું હતું. જેનાથી ચેકડેમમાં માટીનું ધોવાણ થવા પામ્યું હતું. ચેકડેમમાં ટેમ્પરરી રિસસ્ટોલ કરવામાં આવ્યું છે. જ્યારે કાયમી કામ કરવા માટે ઉપરથી મંજુરી માંગવા આવેલ છે. જે મંજુરી આવશે એટલે કામ ચાલુ કરવામાં આવશે.:- એ.એ.શિકારી, નાયબ કાર્યપાલક ઈજનેર, પાનમ ડેમ.