કાલોલ તાલુકાના કાનોડ ગામના બે વ્યકિતઓના ટ્રેકટર ભાડે લઈ ભાડુ અને ટ્રેકટર પરત નહિ આપી વિશ્વાસ ઘાત કર્યાની ફરિયાદ

કાલોલ તાલુકાના કનોડ ગામે ભરવાડ ફળિયામાં રહેતા ફરિયાદી અને અન્યોને આરોપી ઈસમોએ વિશ્ર્વાસમાં લઈ ટ્રેકટરના ભાડા કરાર ઉપર લઈ ટ્રેકટર ભાડે રાખી ભાડાના 66,000/-રૂપિયા નહિ આપી તેમજ ટ્રેકટર પરત નહિ આપી વિશ્ર્વાસધાત છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના કનોડ ગામે ભરવાડ ફળિયામાં રહેતા દાતાભાઈ રામાભાઈ ભરવાડ અને અન્ય લોકોને આરોપીએ ગીરવતસિંહ વખતસિંહ રાઠોડ, જીગરભાઈ રતનસિંહ સોલંકીએ વિશ્વાસ માં લીધા હતા. અને ટ્રેકટરના ભાડા કરાર કરાવી ટ્રેકટર ભાડે લીધેલ હતુ. અને ટ્રેકટરના ભાડા પેટેના ત્રણ મહિનાના 66,000/-રૂપિયા દાતાભાઈ ભરવાડને નહિ આપતા ભાડાના પૈસા અને ટ્રેકટર પરત માંગણી કરતા ટ્રેકટર આપવા માટે બહાના કરી વિશ્વાસઘાત કરી ટ્રેકટર નં.જીજે-7-એએન-9106 કિ.રૂ.2,50,000/-નુ ટ્રોલી સાથેનુ ટ્રેકટર છલ કપટથી પડાવી લીધેલ હતુ. જયારે મહેશભાઈ નથુભાઈ ભરવાડનુ ટ્રેકટર ન.-જીજે-06-પી.એ.ફ-8875 ટ્રોલી સાથે તેમના જમાઈ નટવરસિંહ ચોૈહાણ પાસે લઈ જઈ છેતરપિંડી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવવા પામી છે.