કાલોલ તાલુકાના જંત્રાલ ગામે 40 જેટલી મહિલાઓ મંડળ સાથે છેતરપિંડી ગામની એજન્ટ મહિલા સહિત બે ઈસમ લાખો રૂપિયા લઈને રફુચક્કર થઇ ગયા

કાલોલ તાલુકાના જંત્રાલ ગામના સુરેખાબેન રતનસિંહ ચૌહાણની વિગતો જોતા જંત્રાલ ગામની 40 જેટલી બહેનો છેલ્લા આઠેક વર્ષથી મહીલા મંડળ ચલાવે છે, તેમાં મુખ્ય શિલ્પાબેન વિજયસિંહ પટેલ એજન્ટ તરીકે કામગીરી કરતા હતા ફરિયાદીના જણાયા મુજબ તમામ બહેનોને જરૂરીયાત પ્રમાણે લોનની જરૂરીયાત પડે ત્યારે આરોપી શિલ્પાબેન દ્વારા અલગ અલગ ફાઈનાન્સ કંપનીઓ સાથે સંપર્ક કરી લોન કરી આપવામાં આવતી હતી. છેલ્લા આઠેક વર્ષથી આ મહીલા મંડળ સંગઠન સારી રીતે ચાલતુ આવેલ હતું.

તેમજ તમામ મહીલાઓ માંથી કોઈને પણ વધુ નાણાંની જરૂર હોય તો એકબીજાને લોનના પૈસાની મદદ કરતા હતા. ત્યારે મહિલા મંડળના એજન્ટ શિલ્પાબેન પટેલ દ્વારા 40 જેટલી બહેનોને અલગ-અલગ રકમોની લોન મંજુર કરાવી જણાવેલ કે, અમારે પશુ પાલનનો તબેલો તેમજ ટેમ્પો લેવાનો છે, તેમ કહી તમામ મહિલા મંડળ બહેનો પાસેથી રૂપિયા 60 લાખથી વધુ ઉચાપત કરી શિલ્પાબેન તેમના પતિ વિજયસિંહ અને તેમનો છોકરો રાજકુમાર આ ત્રણ ઈસમો લોનના નાણાં લઈ રફુચક્કર થઇ ગયા હતા.

ત્યારે ફરીયાદી તથા તમામ બહેનો દ્વારા વારંવાર ટેલીફોનીક સંપર્ક કરવા છતાં આજદિન સુધી અમારા લોનના નાણાં ચુકવી આપેલ નથી કે લોનના હપ્તા પણ ભરેલ નથી. આ તમામ બહેનો ગરીબ વર્ગના હોય તે માટે લોનની રકમ ખુબજ મોટી કહેવાય. ત્યારે તમામ બહેનોને વિશ્વાસમાં લઈ અમારી સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપીડી કરેલ છે. તેથી આ ત્રણ ઈસમો વિરૂધ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.