કાલોલ તાલુકાના ઘુસર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા વિવિધ સમસ્યાઓ અંગે જીલ્લા કલેકટર લેખીત રજુઆત

કાલોલ તાલુકાના ઘુસર ગ્રામ પંચાયત દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત માંથી પ્રસાર થતો મુખ્ય ઘૂસર ગામનો રસ્તા ઉપર આવેલ રેહમત સોસાયટી પાસે ઉભરાતી ગટરો તેમજ ઘૂસર રોડ ઉપર આવેલ તળાવ પાસે ભયંકર ગંદકીને લઇ વેજલપુર ગ્રામ પંચાયતને અગાઉ લેખિત રજુઆત કરવામાં આવી હતી. પરંતુ વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિકાલ ન કરતા ઘૂસર ગામજનોને પડતી મુશ્કેલીઓને લઇ ઘુસર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત ઘૂસર ગામના જાહેર જનતાને પડતી વિવિધ મુશ્કેલીઓને લઇ લેખીત રજુઆત કરવામાં આવી. જેમાં વેજલપુર ઘુસર મુખ્ય રોડ થી વલમપરી જવા માટે કાયમી રસ્તો સાથે વલમપરી અને ભૈરવની મુવાડીમાં નલ સે જલ યોજના ચાલુ કરવા અને વલમપરી વિસ્તારમાં આવેલ ગૌચરની જમીનમાં શાળા અને આંગણવાડી માટે જમીન ફાળવણી કરી નવા ઓરડા બનાવવા તેમજ વેજલપુર થી ઘુસર જવા રસ્તો બિસ્માર હાલતમાં હોય તેનું સમારકામ હાથ ધરવામાં આવે અને વેજલપુર થી ઘુસર જતા વેજલપુર હદ વિસ્તારમાં આવેલી રહેમત સોસાયટી પાસે વરસાદી પાણી તેમજ ગટરનું ગંદુ પાણી ભરાતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ઘુસર ગામે જતા તળાવની પાળ પાસે ભયંકર ગંદકી દૂર કરવા જીલ્લા કલેકટર ને લેખીત રજુઆત કરવામાં આવી છે.