કાલોલ તાલુકાના ઘુસર ગામની પ્રાથમીક શાળાના બાળકો પાસે સફાઈ કરવતા હોવાનો વિડિયો વાયરલ

કાલોલ તાલુકાના ઘુસર ગામની પ્રાથમીક શાળાના બાળકો પાસે સાફ સફાઈ કરાવાતી હોય તેવો બે વિડિયો વાયરલ થતા સમગ્ર શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્કુલ યુનિફોર્મમાં બાળકો સાવરણી અને બાલટી લઈને બાળકો શાળાની બહાર સફાઈ કરતા હોય તેવો વિડીઓ બનાવી કોઈક ઈસમે વાઈરલ કરતા નાના કુમળા બાળકો પાસે શિક્ષણ આપવાનને બદલે મજુરી કરાવાતી હોવાનું બહાર આવ્યું છે.

હાલમાંજ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારના મોટા મોટા સ્લોગન,”સૌ ભણે અને સૌ આગળ વધે” માત્ર ને માત્ર શાળાના દીવાલ પૂરતું તેમજ કાગળો પુરતુજ રહી ગયું હોય તેમ દેખાઈ રહ્યું છે. શું આ રીતના સૌ બાળકો ભણશે ? બાળકોને શાળા બહાર તેમજ અન્ય આજુબાજુમાં સાફ સફાઈ કરવામાં આવે છે. જો સાફ સફાઈ દરમિયાન કોઈ સાપ કે અન્ય ઝેરી જીવ જંતુ આ નાના બાળકોને કરડે અને જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ?

ત્યારે આ ઘૂસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાફ સફાઈ કરી રહ્યા ત્યાં જ શાળાની બહાર શિક્ષકોની મોંઘીદાટ ગાડીઓ પણ જોવા મળી હતી. ત્યારે આ બાળકો સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યાં આજુ બાજુ લીલું ઘાસ તેમજ ચોમાસામાં ઉગી નીકળેલ છોડ તેમજ રસ્તા ઉપરની ગંદકી પણ દૂર કરતા વિદ્યાર્થીઓ એક જાગૃત નાગરિકના કેમેરામાં કેદ થઈ ગયા હતા. શાળાની સાફ સફાઈ કરાવવાની જવાબદારી શાળાના આચાર્યની હોય છે, ત્યારે સફાઈમાં નામે ખર્ચ તો પાડતા હશે પણ તેની સામે સાફ સફાઈ શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓ સાફ-સફાઈ કરતા નજરે પડી રહ્યા છે અને વિદ્યાર્થીનું નામ રાઠવા પિયુષ કુમાર મહેશભાઈ, બીજા વિદ્યાર્થીનું નામ કેતનકુમાર હમજીભાઈ રાઠવા ત્યારે પંચમહાલ જીલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ઘૂસર ગામે આવેલ શાળાનાની તપાસ કરીને આ નાના ભૂલકાઓ પાસે ક્યાં શિક્ષક દ્વારા આ સાફ સફાઈ કરાવામાં આવી હતી. તેની સામે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.