કાલોલ તાલુકાના મનોરપુરી ગામમાં સ્મશાન ધર અને રસ્તાની સુવિધાનો અભાવે ગ્રામજનોમાં આક્રોશ

  • મનોરપુરીના ગ્રામજનોઓ આક્ષેપ ચુંટણી સમયે આશ્ર્વાસન પણ પછી સામે જોતુંં નથી.
  • સ્મશાન જવાના રસ્તાના અભાવે પરેશાની.

કાલોલ,
કાલોલ તાલુકાના કરોલી પંચાયતમાં આવેલ મનોરપુરી ગામ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યું છે. સ્મશાન જવાના માર્ગ ઉપર કાદવ-કીચડ માંથી મૃતદેહ લઈને સ્મશાન જવા મજબુર ગ્રામજનોમાં સુવિધાના અભાવે ભારે આક્રોશ જોવા મળ્યો.

કાલોલ તાલુકાના મનોરપુરી ગામમાં વિકાસના કામો થયા નથી. તેમાં પણ પાયાની જરૂરીયાતો થી પણ વંચિત છે. ગામમાં અંતિમ સંસ્કાર માટે સ્મશાન બનાવવામાં આવ્યું નથી. ગામના લોકો નદી કિનારે ખુલ્લામાં સ્મશાન વિધી કરવી પડે છે. તેમાં પણ ચોમાસાની સીજનમાં સ્મશાનનો અભાવ ખુલ્લામાં અંતિમ વિધી કરવાની હોય છે. તેમાં પણ ગામથી સ્મશાન જવા માટેના રસ્તાની સુવિધા નથી. જેને લઈ ગ્રામજનોને અંંતિમ સંસ્કાર માટે મૃતદેહને કાદવ-કિચડવાળા રસ્તા માંથી સ્મશાન સુધી લઈ જતાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે. મનોરપુરી ગામના લોકોમાં સરકારી તંત્ર તેમજ સ્થાનિક નેતાઓ સામે ભારે નારાજગી વ્યકત કરી છે. મનોરપુરી ગામના લોકોના જણાવ્યા પ્રમાણે સ્મશાનની સુવિધા અને રસ્તાની સમસ્યાને લઈ જીલ્લા કલેકટરને રજુઆત કરાશે. જો ગામની પાયાની સુવિધા માટે કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.