કાલોલ, કાલોલ તાલુકાના દોલતપુરા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી બે જુગારીયાને ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના દોલતપુરા ગામે મંદિરવાળા ફળીયામાં આવેલ ખેતરમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન રાકેશ ઉર્ફે ચકો બળવંતભાઈ પરમાર, મિતેશ નટવરલાલ પંચાલ ઝડપાઈ ગયા હતા. પકડાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રૂપીયા 6350/-પોલીસે જપ્ત કરી આ બાબતે કાલોલ પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંંધાવા પામી છે.