કાલોલ તાલુકાના દોલતપુરા ગામ બસ સ્ટેન્ડ ઉપર ફરિયાદીને તુ કેમ સમાધાન કરતો તેમ કહી માર મારતા ફરિયાદ

કાલોલ, કાલોલ તાલુકાના દોલતપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપરથી ફરિયાદી જતા હોય ત્યારે આરોપીએ તુ આપણા કેસમાં સમાધાન કેમ કરતો નથી તેમ કહી ગાળો બોલી તેમજ ખિસ્સામાંથી પંચ કાઢીને મોંઢાના ભાગે મારી તેમજ અન્ય આરોપીઓએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના દોલતપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપરથી ફરિયાદી જીતેન્દ્રભાઈ ભેમમાભાઈ ચોૈહાણ(રહે.નાનુ બેઢીયા)જતા હતા ત્યારે આરોપી રંગીતભાઈ મોહનભાઈ ચોૈહાણ આવીને કહેવા લાગેલ કે, તુ આપણા કેસનુ સમાધાન કેમ કરતો નથી તેમ કહી ગાળો આપતા ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા રંગીત ચોૈહાણે ખિસ્સામાંથી પંચ કાઢીને જીતેન્દ્રભાઈને મોંઢાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી જયારે અન્ય આરોપી પ્રતાપભાઈ મોહનભાઈ ચોૈહાણ લાકડી લઈ દોડી આવી માથામાં મારી હતી. તેમજ રાજુ ઉર્ફે કબુતરે ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા આ બાબતે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.