કાલોલ તાલુકાના દેલોલ સતલુજ હોટલ પાસે આઈસર ટ્રકમાં લવાયેલ 27.84 લાખનો ઈંગ્લીશ દારૂ પોલીસે ઝડપ્યો

કાલોલ, કાલોલ પોલીસને બાતમી મળી હતી કે, કાલોલ તાલુકાના દેલોલ ગામે સતલુજ હોટલની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઉભેલ આઈસર ટ્રકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે અને ગોધરા તાલુકાના રામપુરના બુટલેગર દ્વારા મંગાવવામાં આવ્યો છે. તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસે રેઈડ કરી ઈંગ્લીશ દારૂ કવાટરીયા પેટીં નંગ-580 કિંમત 27,84,000/-રૂપીયા સહિત ટ્રક અને અન્ય મુદ્દામાલ મળી કિંમત 37,84,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ પોલીસ મથકના પો.સ.ઈ. સી.બી.બરંડાને બાતમી મળી હતી કે, આઈસર ટ્રક નં.જીજે.34.ટી.2138માં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ગોધરા તાલુકાના રામપુરાના બુટલેગર રમેશભાઈ ગનાભાઇ વણકરે મંગાવેલ છે અને આ દારૂ ભરેલ ટ્રક દેલોલ ખાતે આવેલ સતલુજ હોટલની ખુલ્લી જગ્યામાં પાર્કિંગમાં રાખેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે પોલીસના સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો અને બાતમીવાળી આઈસર ટ્રક પાસે તપાસ કરતાં આઈસર ટ્રકનો ચાલક મળ્યો ન હતો. ટ્રક ઉપર બાંધેલ તાડપત્રી ખોલીને તપાસ કરતા પુઠાની આડમાં સંતાડી રાખેલ રોયલ બ્લયુ મલ્ટ વ્હિસ્કી 180 મી.લીના કવાટરની પેટીઓ નંગ-580 કિંમત 27,84,000/-રૂપીયાના આઈસર ટ્રક, તાડપત્રી, રસ્સી મળી કુલ કિંમત 37,84,000/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ બાબતે કાલોલ પોલીસ મથકે આઈસર ટ્રકના ચાલક અને રમેશભાઇ ગનાભાઇ વણકર વિરૂદ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.